• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

News In Brief ( August 7): માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતની ખરાબ શરૂઆત, ગંભીર અને મુરલી વિજય આઉટ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 7 ઓગષ્ટ: કેન્દ્રિય કેબિનેટે કિશોર ન્યાય બોર્ડ શક્તિ પ્રદાન કરવાના એક પ્રસ્તાવને આજે મંજૂરી આપી દિધી જેના હેઠળ બોર્ડ આ ફેંસલો કરશે કે બળાત્કાર જેવા જેવા જઘન્ય ગુનામાં સંલિપ્ત 16 વર્ષથી વધુ ઉંમરના કોઇ કિશોરને નિરીક્ષણ ગૃહ મોકલવામાં આવે અથવા કોઇ નિયમિત કોર્ટમાં તેના પર કેસ ચલાવવામાં આવે.

આ પ્રસ્તાવ કેબિનેટ બેઠકની કાર્યસૂચિમાં રાખવામાં આવ્યો હતો. બધા કેન્દ્રિય મંત્રાલય કિશોર ન્યાય (બાળકોની દેખરેખ તથા સુરક્ષા) અધિનિયમ 200માં ફેરફાર અક્રીને મંજૂરી પહેલાં આપી ચૂક્યાં છે. કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ 16 ડિસેમ્બર 2012ના દિલ્હી ગેંગરેપ કાંડમાં દોષી ગણવામાં આવેલા એક અવયસ્કને ત્રણ વર્ષ માટે સુધારગૃહમાં રાખવાની સામાન્ય સજાની પૃષ્ઠભૂમિમાં આવ્યો છે.

જો કે વિધેયકના અનુસાર કિશોર ન્યાય અધિનિયમ અથવા ભારતીય દંડ સંહિતાની જોઇગવાઇ હેઠળ ચલાવવામાં આવેલા કોઇ કેસમાં જઘન્ય ગુનામાં સંલિપ્ત કોઇ કિશોરને કોઇપણ હાલાતમાં સજા-એ-મોત અથવા ઉંમરકેદની સજા ન આપવામાં આવે. પ્રસ્તાવિત સંશોધનમાં બાળકોને ખોળે લેવાની પ્રક્રિયા તેજ કરવી પણ સામેલ છે.

દેશ-દુનિયાના તમામ સમાચારોથી અહીં રહો અપડેટ...

4.25 pm: માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતની ખરાબ શરૂઆત, ગંભીર અને મુરલી વિજય આઉટ

4.14pm: ગોવામાં લોક નિર્માણ વિભાગ મંત્રી સુદીન ધવલીકરે ગુરુવારે એક વાર ફરી રાજ્યમાં સાર્વજનિક સમુદ્ર કિનારાઓ પર બિકિની પહેરવા પર પ્રતિબંધ લગાવાની હિમાયત કરી છે.

4.00pm: મધ્ય પ્રદેશના ભોપાલમાં પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

3.35pm: કેન્દ્ર સરકાર તરફથી વેંકૈયા નાયડૂએ તમામ રાજનૈતિક દળોને યુપીએસસીની પરીક્ષા સંપન્ન થવા દેવા માટેની અપીલ કરી છે.

3.00pm: પૂર પ્રભાવિત ઓડિશામાં મરનારાઓની સંખ્યા 34 થઇ ગઇ છે.

2.30pm: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યમાં વીજળી આપૂર્તિ વ્યવસ્થાને સારી સુઘડ બનાવવા માટે અધિકારીઓને મજબૂત પગલા ભરવાના નિર્દેશ આપ્યા છે.

2.00pm: 12 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે સભાઓને સંબોધશે. આ સભાઓ કાશ્મીરના લેહ અને કારગિલમાં હશે. સિયાચિન જવાનો અત્યારે કોઇ કાર્યક્રમ નથી.

1.45pm: બનાસ નદીમાં અચાનક પાણી વધી જતાં રાજસ્થાનના ટોંકમાં ટ્રક સાથે બે લોકો પાણીમાં ફસાયા છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયત્ન ચાલુ છે.

1.30pm: અમનમણિના જુના સાથી ઋષિ પાંડેએ આખા પરિવાર પર અપહરણનો આરોપ લગાવ્યો છે. લખનઉના હજરતગંજ પોલીસમથકમાં કેદ દાખલ થયો.

1.00pm: કમલા બેનીવાલ સસ્પેંસન પર સપા નેતા નરેશ અગ્રવાલે કહ્યું કે ગુજરાતનું વેર કાઢવામાં આવી રહ્યું છે. મોટા પડદા પર બદલો લેવો ઠીક નથી.

12.30 PM: હરિયાણામાં અલગ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીના ઝઘડા પર આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કાલે કુરૂક્ષેત્રમાં થઇ હતી મારામારી

11.30am: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને ગ્લોબલ માર્કેટ ક્રેશની સંભાવના વ્યક્ત કરી છે. આ સંભાવના સેન્ટ્રલ બેંકિગ જરનલમાં પ્રકાશિત એક ઇન્ટરવ્યૂમાં વ્યક્ત કરી છે.

11.15am: વોડાફોનના ગુજરાત સર્કલના હેડ બ્રજેશ વાજપેઈએ જણાવ્યું છે કે લગભગ 3,000 ટાવર સાથે વોડાફોન ગુજરાતમાં થ્રીજી સેવા પૂરી પાડતી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.

11.05am: અદાણી જૂથ મુંદ્રા ખાતે રિફાઇનરી બિઝનેસમાં ઝંપલાવવા માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે વાટાઘાટો કરી રહી છે.

10.45am: કેન્દ્રીય કેબિનેટે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 100 ટકા એફડીઆઇ અને ડિફેન્સમાં 49 ટકા એફડીઆઇને મંજુરી આપી દીધી છે.

ચેનાબ નદીમાં તણાઇને પાકિસ્તાન પહોંચ્યો બીએસએફનો જવાન

10.30am: જમ્મૂ: જમ્મૂ એન્ડ કાશ્મીરના જમ્મૂ જિલ્લામાં ચેનાબ નદીના તેજ પ્રવાહમાં તણાઇને બીએસએફનો એક જવાન પાકિસ્તાન પહોંચી ગયો. તેને પરત લાવવાના પ્રયત્નો ચાલુ છે. જમ્મૂના અખનૂરમાં બુધવારે બીએસએફના એક જવાનની હોડીમાં ખરાબી બાદ ચેનાબ નદીના પ્રવાહમાં તણાઇ ગયો.

10.22am: કેન્દ્ર સરકારના રાજમાર્ગ અને પરિવહન મંત્રાલયે ગુજરાતને વધુ ત્રણ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપી દીધી છે. આ કારણે રાજ્યમાં આવતા પર્યટકોને માટે પરિવહન વધારે સરળ અને સમયની બચત કરાવતું બનશે.

10.02am: ગુજરાતમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે 1995માં 10 બંદરોનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત મુન્દ્રા બંદરને સંયુક્ત રીતે વિકસાવવાના બદલે સરકારે આ બંદર અદાણીને પધરાવી દીધું હતું.

09.55am: દેશનાં બંદરોની નાણાકીય સ્વાયત્તતા વધારવા તેમજ તેને વધુ અસરકારક અને વ્યાવસાયિક બનાવવાના હેતુસર સરકારે પોર્ટ સેક્ટરને કોર્પોરેટ ટચ આપવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે.

09.39am: ઓનલાઇન વેચાણથી થતા નુકસાનને અટકાવવા માટે સોની, સેમસંગ, પેનાસોનિક, લિનોવો અને કેનને તેમના સ્ટોર્સને પ્રત્યક્ષ અથવા ઇ - કોમર્સ કંપનીઓ દ્વારા પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ કરવાની મનાઈ ફરમાવી છે. જેનું ઉલ્લંઘન થશે તો કંપની સપ્લાય બંધ કરી દેશે અથવા નાણાકીય દંડ ફટકારશે.

બિહાર: નીતિશ-લાલૂના ગઠબંધમાં પડી શકે છે તિરાડ, જીતન રામ માંઝીએ મુખ્યમંત્રી માટે ઉછાળ્યું નીતિશનું નામ

9.30am: નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ કહ્યું કે આગામી વર્ષે જો જેડીયૂ-આરજેડી ગઠબંધનને બહુમત મળશે તો નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હશે.

09.20am: આજે શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ નરમ વલણ જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે યુક્રેન સંકટને પગલે BSE સેન્સેક્સ 50.40 પોઈન્ટ ગગડીને 25614.87 પોઈન્ટની સપાટીએ જ્યારે NSEનો નિફ્ટી 12.60 પોઈન્ટ ઘટીને 7,659.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ અનુક્રમે 0.18 ટકા અને 0.24 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

મહારાષ્ટ્ર: ભાજપ અને શિવસેના ગઠબંધનમાં સામેલ નાની પાર્ટીની માંગે ઉભી કરી મુશ્કેલી

9.10 am: નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં સામેલ નાની પાર્ટીઓની માંગે ગઠબંધન માટે પરેશાનીઓ ઉભી કરી દિધી છે.

વૃંદાવનના ઇસ્કોન મંદિરમાં ભીષણ આગ, જરૂરી કાગળો બળીને ખાખ

8.50am: મથુરા: અંગ્રેજ મંદિરના નામે વિખ્યાત વૃંદાવનના આંતરરાષ્ટ્રીય શ્રીકૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન)ના વહિવટીતંત્ર વિભાગમાં મોડી રાત્રે આગ લાગવાથી જરૂરી કાગળો બળીને ખાખ થઇ ગયા છે. આગ એટલી ભીષણ હતી કે ફાયરબ્રિગેડને કલાકો સુધી મહેનત કરવી પડી. હજુ સુધી આગનું કારણ જાણી શકાયું નથી.

જીવ બચાવવા માટે લોકોએ ઉંચી કરી દિધી ટ્રેન

8.30am: પર્થ: કહેવામાં આવે છે કે એકતામાં તાકાત હોય છે. ઓસ્ટ્રેલિયા પર્થમાં આ એકતાની તાકાતનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું, જ્યારે એક વ્યક્તિનો જીવ બચાવવા માટે લોકોએ મળીને ટ્રેનને ઉંચી કરી દિધી. આ આશ્વર્યજનક ઘટના પર્થની નજીક સ્ટર્લિંગ રેલવે સ્ટેશનની છે. સ્ટર્લિંગ સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે એક વ્યક્તિનો પગ લપસી ગયો. ટ્રેન ઉભી હતી અને તે વ્યક્તિ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઇ ગયો હતો.

રેલવે ઇંફ્રાસ્ટ્રક્ચરમાં 100 ટકા અને રક્ષા ક્ષેત્રમાં 49 ટકા FDIને મંજૂરી

8.00am: નવી દિલ્હી: સરકારે આર્થિક સુધાર એજંડાને આગળ વધારતાં આજે રક્ષા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશ રોકામ સીમા વધારીને 49 ટકા કરવા અને રેલવેના હાઇ-સ્પીડ ટ્રેન જેવા માળખાગત ક્ષેત્રમાં વિદેશી રોકાણ ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દિધી છે. વીમા ક્ષેત્રમાં એફડીઆઇ સીમા 26થી વધારીને 49 ટકા કરીને મંજૂરી આપ્યાના બે અઠવાડિયા બાદ મંત્રીમંડળે આ નિર્ણય કર્યો.

દિલ્હી ગેંગરેપ જેવા ફોટોશૂટ પર મચી બબાલ

7.30am: નવી દિલ્હી: 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં ચાલુ બસમાં પેરા મેડિકલની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના સાથે હળતા-ભળતા ફેશન ફોટોશૂટને લઇને વિવાદ થયો છે. આ તસવીરો યૂ ટ્યૂબ પર વાઇરલ થઇ છે. ફોટોગ્રાફર રાજ એસનો એડિટોરિયલ શૂટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ચૂક્યો છે અને તેમની જોરદાર ટીકા થઇ રહી છે. ફોટોશૂટના માધ્યમથી ગેંગરેપની ઘટનાને ગ્લેમરાઇઝ કરવાનો આરોપ લાગ્યો છે.

9 સપ્ટેમ્બરના રોજ એપલ આઇફોન 6 થશે લોન્ચ!

7.15am: નવી દિલ્હી: એપલે આગામી 9 સપ્ટેમ્બરના રોજ એક મોટી ઇવેન્ટનું એલાન કર્યું છે. આ ખુલાસો ટેક્નોલોજી ન્યૂઝ સાઇટ Re/code એ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી એપલના નવા આઇફોન 6ના લોન્ચને લઇને અટકળો લગાવવામાં આવી રહી હતી.

ગાજા પર ભારતીય ચેનલનો વીડિયો ઇઝરાઇલમાં થયો વાઇરલ

7.00am: યરૂશલમ: ગાજાના રહેણાંક વિસ્તારથી હમાસના રોકેટ લાદવાને લઇને એક ભારતીય ચેનલ દ્વારા પ્રસારિત વીડિયો ઇઝરાઇલની સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો છે. ચેનલે મંગળવારે એક વીડિયો પ્રસારિત કરતાં એ દાવો કર્યો હતો કે હમાસના સભ્યો હોટલ અને બીજી બિલ્ડિંગો વચ્ચે એક રહેણાંક વિસ્તારમાં રોકેટ તૈયાર કરી રહ્યાં છે અને લાદી રહ્યાં છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ચેનલના સંવાદદાતા ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ બીજા વિદેશી પત્રકાર એમ કહીને તેને અટકાવે છે કે ઇઝરાઇલી હુમલો થઇ શકે છે.

English summary
Latest News in brief of August 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more