સુપ્રીમના નિવૃત્ત જજ સામે શારિરીક શોષણનો આરોપ, તપાશ શરૂ
નવી દિલ્હી, 13 નવેમ્બર: દેશની સર્વોચ્ચ અદાલતમાં તત્કાલિન જજ સાથે ઇન્ટરશીપ કરી રહેલી એક યુવતીએ ચોંકાવનારો ખુલાસો કરી સૌને ચોકાવી દીધા છે. ઇન્ટરશીપ કરનારી આ યુવતી સ્ટેલા જેમ્સે એવો આરોપ લગાવ્યો છે કે આ પૂર્વ ન્યાયાધીશે ઇન્ટરશીફ દરમિયાન તેનું શારીરિક શોષણ કર્યું હતું, આ ઘટના ગયા વર્ષના 24 ડિસેમ્બરની છે. આ જજનું નામ જાહેર કરાયું નથી પરંતુ, આ ઘટનાની તપાસ માટે ત્રણ જજોની સમિતિ ગઠીત કરી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે 'શારીરિક શોષણના મામલાઓને આપણે હળવાશથી ના લઇ શકીએ' અટર્ની જનરલ ગુલામ વાહનવતીએ આ મામલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે 'આ ખૂબજ ગંભીર મામલો છે.' આની પર મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમ, ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ શિવ કીર્તિ સિંહની ત્રણ સભ્યોવાળી ખંડપીઠે જણાવ્યું કે 'અમારી સમિતિએ આ ઘટના અંગેની તપાસ શરૂ કરી દીધી છે.'

મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે સમિતિ આખા મામલાનું નિરિક્ષણ કરીને તથ્યોની તપાસ કરશે અને પછી જ કોઇ રિપોર્ટ તૈયાર કરશે. આ સમિતિ મંગળવારે સાંજે જ પોતાનું કામ આરંભી દીધું હતું. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે 'પહેલા સમિતિ નિવેદનની વાસ્તવિકતાની ભાળ મેળવે.' ન્યાયમૂર્તિ સદાશિવમે જણાવ્યું કે 'સંસ્થાના વડા તરીકે પણ આ આરોપો અંગે ચિંતિત છું. હું જાણવા માગુ છું કે શું આ નિવેદન સાચું છે કે નહીં?'












Click it and Unblock the Notifications
