રાષ્ટ્રપતિને મળ્યા વિપક્ષના નેતા, કૃષિ કાયદાને પાછો લેવા કરી માંગ
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા નવા કૃષિ કાયદાઓને લઈને આજે (9 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા છે. આ કાયદાઓને લઈને ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને મ
વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાવેલા નવા કૃષિ કાયદાઓને લઈને આજે (9 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યા છે. આ કાયદાઓને લઈને ભારે વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને મળ્યા છીએ અને તેમને પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા છે અને નવા કૃષિ કાયદાઓ પાછા લેવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિને મળેલા વિપક્ષી નેતાઓના પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એનસીપીના પ્રમુખ શરદ પવાર, સીપીઆઈ (એમ) ના મહાસચિવ સીતારામ યેચુરી સહિત પાંચ નેતાઓ શામેલ છે.

રાષ્ટ્રપતિને મળ્યા બાદ સીતારામ યેચુરીએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ આપ્યું છે. અમે તેમની પાસે કૃષિ કાયદા અને વીજળી સુધારણા બિલને રદ કરવાની માંગ કરી છે જે યોગ્ય વિચાર-વિમર્શ અને સલાહ વિના અલોકશાહી રીતે પસાર કરવામાં આવી હતી. યેચુરીએ કહ્યું કે 25 થી વધુ વિરોધી પક્ષો આ કાયદાઓને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોની વિરુદ્ધ હોવા સાથે સાથે અન્ન સુરક્ષા માટે પણ મોટો ખતરો ઉભો કરે છે. એનસીપીના શરદ પવારે કહ્યું કે વિરોધી પક્ષોએ ખેડૂતોને લગતા આ કાયદા અંગે ચર્ચાની માંગ કરી હતી પરંતુ તેમને સાંભળવામાં આવ્યા નહી. જલ્દબાઝીમાં કેને પસાર કરવામાં આવ્યો છે. હવે ખેડુતો રસ્તાઓ પર ઉતર્યા છે, ત્યારે સરકારે તેમની વાત સાંભળવી જોઈએ.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિને મળ્યા બાદ કહ્યું કે, કૃષિ કાયદો ખેડૂત વિરોધી છે. વડા પ્રધાન કહે છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે, તો પછી શા માટે ખેડુતો રસ્તા પર ઉભા છે? સરકારે એવું ન વિચારવું જોઇએ કે ખેડુતો ડરી જશે. જ્યાસુધી કાયદો પાછો ન ખેંચાય ત્યા સુધી, ખેડૂત ડરશે નહીં. હું ખેડુતોને કહું છું કે જો તમે આજે ઉભા નહીં થાઓ તો તમે ક્યારેય ઉભા રહી શકશો નહીં અને અમે બધા તમારી સાથે છીએ, ગભરાશો નહીં. કોઈ તમને પાછું નહીં ખસેડી શકે, તમે હિન્દુસ્તાન છો.
આ પણ વાંચો: ખેડૂત આંદોલન: આંદોલનને કરાશે તેજ, 14 ડિસેમ્બરે દેશભરમાં કરાશે પ્રદર્શન, 12 તારીખે કરાશે હાઇવે જામ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
