
ધૂમ્રપાન નિયંત્રણ માટે ઉંચો ટેક્સ કારગર નિવડશે
ભારત જેવા દેશમાં એક તરફ ઓછા ભાવે સિગરેટ એક સાધારણ વ્યક્તિ ખરીદી શકે છે અને બીજી તરફ ધુમ્રપાન કરનારાઓની સંખ્યા વધતી જાય છે, તેનું એક માત્ર સમાધાન ઉંચો ટેક્સ છે.
રિસર્ચ મેગેજીન 'ન્યૂ ઇગ્લેંડ જર્નલ ઓફ મેડિસીન'માં પ્રકાશિત એક નવા અધ્યયન અનુસાર દુનિયાભરમાં જો સિગરેટ પર ટેક્સ ત્રણ ગણો વધારી દેવો જોઇએ, તો ધૂમ્રપાન કરનારાઓની સંખ્યામાં એક તૃતિયાંશ ઘટાડો આવશે અને આ સદીમાં ફેફસાંનું કેન્સર તથા અન્ય કારણોથી અકાળે મૃત્યું થનાર મોતમાં 20 કરોડ સુધીનો ઘટાડો આવશે.
અહીં સેંટ માઇકેલ્સ હોસ્પિટલના વૈશ્વિક સ્વાસ્થ્ય રિસર્ચ કેન્દ્રના નિર્દેશક અને રિપોર્ટના મુખ્ય લેખક પ્રભાત ઝાના અનુસાર ટેક્સ વધવાથી અલગ-અલગ સિગરેટના ભાવમાં અંતર ઘટી જશે અને લોકો અપેક્ષાકૃત સસ્તી સિગરેટ ખરીદવાને અપેક્ષાએ સિગરેટ ખરીદવાનું બંધ કરી દેશે.
ટોબેકો કંટ્રોલ પોલિસી ઇવેલ્યુએશન પ્રોજેક્ટ ઇન્ડિયા (ટીસીપી ઇન્ડિયા) અનુસાર ભારતમાં લગભગ 27.5 કરોડ લોકો તમાકુનો નશો કરે છે. ભારતમાં પુરૂષોને થનાર કેન્સરના કેસમાં લગભગ 50 ટકાથી વધુ તમાકુના કારણે અને મહિલાઓના મુદ્દે પણ લગભગ એક ચતૃથાંશ તંબાકુના કારણે જ થાય છે. એક અનુમાન અનુસાર 2012 સુધી દર વર્ષે 15 લાખ લોકોના મોત તમાકુજન્ય કારણોથી થવા લાગશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને રિપોર્ટના સહ લેખક રિચર્ડ પેટોના અનુસાર સરકારે તંબાકુ ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા માટે પગલાં ભરવા જોઇએ. તેમના અનુસાર ટેક્સ વધારવાનો ઉપાય વધુ કારગર છે. એનાથી ત્રણ ગણો લાભ થશે. ધૂમ્રપાન કરનારાઓ અને તેના કારણે થનાર મોતની સંખ્યા ઘટશે, ધૂમ્રપાનના કારણે થનારી અસમય મોત ઓછા થશે અને સરકારની આવક વધશે.