For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 ઓક્ટોબરથી LICની પોલિસીઓ મોંધી બનશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબર : દેશમાં વીમા નિયંત્રક દ્વારા 1 ઓક્ટોબરથી એલઆઇસીની 45 જેટલી પોલિસીઓ બંધ કરવામાં આવી રહી છે. કારણ કે 1 ઓક્ટોબરથી વીમા પોલીસીમાં સર્વિસ ટેકસની શરતોમાં ફેરફાર થઇ રહયો હોવાથી તમામ પોલીસી વીમાધારક માટે મોંઘી બની જવાની છે.

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર અત્‍યાર સુધી વીમા પોલીસીના પ્રિમિયમ પર ગ્રાહક વતી એલઆઇસી જાતે જ સર્વિસ ટેકસ ભરી દેતી હતી. હવે 1 ઓકટોબરથી ખરીદવામાં આવનાર તમામ પોલિસી પર વીમાધારકે જાતે સર્વિસ ટેકસનો બોજ ઉઠાવવો પડશે આથી વીમા એજન્‍ટો તેમના નિયમિત કલાયન્‍ટસને જુની શરતે વીમા પોલીસી ખરીદી લેવા સમજાવી રહયા છે.

lic-logo

હવે 1 ઓક્ટોબરથી નોન યુનિટ લિંકડ પ્રોડકટ પર 3.09 ટકા સર્વિસ ટેકસનો ભાર પોલિસી ધારકોના માથે આવશે. 30 સપ્‍ટેમ્‍બરને હવે બે દિવસ બાકી છે ત્‍યારે એલઆઇસી એજન્‍ટો એડી ચોટીનું જોર લગાવીને જુની શરત પ્રમાણેની વધુને વધુ પોલીસી લોકો ખરીદે તેવા પ્રયાસ કરી રહયા છે. પહેલી ઓકટોબરથી એલઆઇસીની મોટાભાગની પ્રોડકટ નવા સ્‍વરૂપમાં રજૂ કરવામાં આવશે.

ઇન્‍શ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી ડેવલપમેન્‍ટ ઓથોરિટી (ઇરડા)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે જીવન વિમા ક્ષેત્રે કામ કરતી સંસ્‍થાઓએ 1 ઓકટોબરથી વિમા પ્રિમિયમની ગણતરીમાં સર્વિસ ટેકસને સામેલ કરવાનો નથી તેને બદલે પોલીસી ધારકો પાસેથી અલગ સર્વિસ ટેકસ કલેકટ કરીને સરકારને જમા કરાવવાનો છે. મતલબ કે તમે વર્ષે 10 લાખનું વિમા પ્રિમિયમ ભરતા હો તો 3.09 ટકા સર્વિસ ટેકસ મુજબ તમારે 30,090 રૂપિયા વધારાના ચુકવવા પડશે.

એલઆઇસીના એક અધિકારીએ કહયું હતું કે 30 સપ્‍ટેમ્‍બર પહેલાં જેમની પોલિસી હશે તેમને એક રૂપિયો પણ સર્વિસ ટેકસ ભરવાનો રહેતો નથી. પણ 1 ઓકટોબર જે નવી પોલિસીની ખરીદી થશે તેની પર જ સર્વિસ ટેકસ લાગશે.

English summary
LIC policies will be costly from 1st October
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X