For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો

અયોધ્યા આતંકી હુમલાના કેસમાં ચારને આજીવન જેલ, એક નિર્દોષ છૂટ્યો

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજઃ ઉત્તર પ્રેદશના અયોધ્યામાં 5 જુલાઈ 2005ના રોજ થયેલ આતંકી હુલમામાં અદાલતે આજે 18 જુનના રોજ ચાર દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવી છે. પ્રયાગરાજ સ્પેશિયલ કોર્ટે મામલામાં એક આરોપીને છોડી મૂક્યો છે. કેસની સુનાવણી પૂરી થયા બાદ 9 જૂને કોર્ટે પોતાનો ફેસલો સુરક્ષિત રાખતા 18 જૂને ફેસલો સંભળાવવાની તારીખ જાહેર કરી હતી. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં 14 વર્ષ પહેલા પાંચ જુલાઈ 2005ના રોજ આતંકી હુલમો થયો હતો.

ayodhya case

યૂપીના અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ પરિસરમાં પાંચ જુલાઈ 2005ના રોજ આતંકીઓએ હુલમો કર્યો હતો. સવારે લગભગ નવ વાગીને 15 મિનિટ પર સુરક્ષાબળોએ આતંકીઓનું એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. એન્કાઉન્ટરમાં પાંચેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ઘટનાને પગલે 2 નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અથડામણમાં મોતને ઘાટ ઉતરનાર આતંકીઓ પાસેથી મોબાઈલ મળ્યો હતો જેની કોલ ડિટેલથી આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર આતંકીઓના 5 સાથી, આશિક ઈકબાલ ઉર્ફ ફારુખ, મો.નસીમ, મો. અજીજ, શકીલ અહમદ અને ડૉ. ઈરફાનની ધરપકડ કરવામાં આવી. તમામને પહેલા ફૈઝાબાદ જેલ મોકલવામાં આવ્યા. જે બાદ 2006માં હાઈકોર્ટના આદેશ પર કેન્દ્રીય કારાગાર નૈની મોકલવામાં આવ્યા. સુરક્ષા કારણોસર આતંકીઓ પર નૈની જેલમાં જ વિશેષ અદાલત લગાવીને અત્યાર સુધીની સુનાવણી થઈ જેમાં આજે ફેસલો આવ્યો છે.

આ મામલે જિલ્લા ન્યાયાલય ફૈઝાબાદ/અયોધ્યાએ પાંચ અભિયુક્તો વિરુદ્ધ 19 ઓક્ટોબર 2006ના રોજ આોપ નક્કી કર્યા હતા. કેસની પત્રાવલી આઠ ડિસેમ્બર 2006ના રોજ હાઈકોર્ટના આદેશ પર સુનાવણી માટે જિલ્લા ન્યાયાલય અલ્હાબાદ /પ્રયાગરાજ અંતરિત થઈ આવી હતી. સુરક્ષા કારણોસર કેસની સુનાવણી નૈની જેલ પરિસરમાં જ શરૂ થઈ હતી. આ કેસમાં કુલ 63 સાક્ષીઓએ પોતાની જૂબાની આપી હતી.

ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત ઓવૈસીના શપથ ગ્રહણ કરતી વખતે લાગ્યા 'જય શ્રી રામ'ના નારા, તો સાંસદે કહી આ વાત

English summary
life imprisonment to 5 terrorists in ayodhya blast case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X