For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chhath Puja: દિલ્હીમાં છઠ પુજાના દિવસે પહેલીવાર દારૂના વેચાણ પર પ્રતિબંધ, LGએ આપ્યા આદેશ

દિલ્હી એલજી વીકે સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાનીમાં આજરોજ છઠ પૂજાને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી રાજ્ય બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને માંગ કર

|
Google Oneindia Gujarati News

દિલ્હી એલજી વીકે સક્સેનાએ રાષ્ટ્રીય રાજધાનીમાં આજરોજ છઠ પૂજાને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી રાજ્ય બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને માંગ કરી હતી કે છઠ મહાપર્વના દિવસને દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવીને ડ્રાય ડે જાહેર કરવામાં આવે. આ માંગ બાદ હવે દિલ્હીના એલજીએ આ માંગને લઈને મોટો નિર્ણય લીધો છે.

Chhath Puja

દિલ્હીના LG વિનય કુમાર સક્સેનાએ દિલ્હીમાં છઠ પૂજાના દિવસે ડ્રાય ડે જાહેર કર્યો છે. રવિવારે 30 ઓક્ટોબરે દિલ્હીમાં દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ રહેશે. છઠ પર આવો આદેશ પ્રથમ વખત જારી કરવામાં આવ્યો છે. શુક્રવારે જ દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ દિલ્હી સરકારને પત્ર લખીને રાજધાની દિલ્હીને છઠના પવિત્ર તહેવાર પર ડ્રાય ડે જાહેર કરવાની માંગ કરી હતી.

આદેશ ગુપ્તાએ કહ્યું આજે અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને માંગ કરી છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં છઠ મહાપર્વના દિવસને ડ્રાય ડે તરીકે જાહેર કરવામાં આવે." તેમણે કહ્યું કે પૂર્વાંચલના લાખો રહેવાસીઓ છઠ પૂજા ધામધૂમથી ઉજવે છે, તેથી કેજરીવાલે તેમની આસ્થાનું સન્માન કરવું જોઈએ.

તમને જણાવી દઈએ કે ચાર દિવસીય છઠ મહાપર્વ આજે એટલે કે શુક્રવારે સ્નાન સાથે શરૂ થશે અને સોમવારે સવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને સમાપ્ત થશે. જળાશયો અને નદીઓમાં મુખ્ય ધાર્મિક વિધિઓ 30 ઓક્ટોબરની સાંજે અને બીજા દિવસે સવારે થશે.

English summary
Liquor sale banned for the first time in Delhi today on Chhath Puja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X