For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનયાના 15 સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના 10 શહેર સામેલ

દુનયાના 15 સૌથી ગરમ શહેરોની યાદીમાં ભારતના 10 શહેર સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખું ઉત્તર ભારત ભીષણ ગરમી અને લૂનો સામનો કરી રહ્યું છે. ગરમીનો અંદાજો તમે એ વતથી જ લગાવી શકો છો કે ગત 24 કલાકમાં દુનયાના 15 સૌથી ગર મશહેરોમાં 10 ભારતના પણ સામેલ થઈ ગયા છે. હવામાનની જાણકારી આપતી વેબસાઈટ એલ ડોરાડો મુજબ આ સૂચીમાં પાકિસ્તાનના શહેર પણ સામેલ છે, જ્યાંના લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે. ભારતમાં રાજસ્થાનનું ચુરુ શહેર મંગળવારે સૌથી ગર મસ્થળ રહ્યું. જાણીને તમે દંગ રહી જશો કે અહીં મંગળવારે 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો પહોંચી ગયો.

યાદીમાં યૂપીના બે શહેર પણ સામેલ

યાદીમાં યૂપીના બે શહેર પણ સામેલ

જણાવી દઈએ કે ચુરુ રાજસ્થાનના રણ ક્ષેત્રનું એક શહેર છે. જેને રાજસ્થાનના થાર રણનો પ્રવેશ દ્વારના રૂપમાં ઓળખવામાં આવે છે. ચુરુ સિવાય પાકિસ્તાનનું જકોકાબાદ પણ મંગળવારે ધરતીનું સૌથી વધુ ગરમ સ્થળ રહ્યું. દુનયાના સૌથી ગરમ 15 શહેરોની યાદીમાં રાજસ્થાનના ત્રણ અન્ય શહેર બીકાનેર, ગંગાનગર, અને પિલાની પણ સામેલ છે. આ યાદીમાં બે શહેર ઉત્તર પ્રદેશ રાજ્યના અને બે મહારાષ્ટ્રના છે. વેબસાઈટ મુજબ ઉત્તર પ્રદેશના બાંદા અને હરિયાણાના હિસારમાં મંગળવારે 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

ચુરુમાં 22 મેથી ભીષણ ગરમી ચાલુ

ચુરુમાં 22 મેથી ભીષણ ગરમી ચાલુ

સૌથી ગરમ શહેરોની યાદીમાં રાજધાની દિલ્હી (47.6 ડિગ્રી), બીકાનેર (47.4 ડિગ્રી), ગંગાનગર (47 ડિગ્રી), ઝાંસી (47 ડિગ્રી), પિલાની (46.9 ડિગ્રી), નાગપુર સોનેગાંવ (46.8 ડિગ્રી) અને અકલા (46.5 ડિગ્રી) સામેલ છે. ચુરુમાં ગરમી એટલી ભીષણ છે કે અહીં મે મહિનામાં ગત 10 વર્ષમાં બીજી વખત સૌથી વધુ તાપમાન નોંધયું છે. અગાઉ ચુરુમાં 19 મે 2016માં 50.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરુમાં 22 મેથી ભીષણ ગરમી પડી રહી છે. તે દવસે અહીં 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સતત વધતું જઈ રહ્યું છે. હવામાન વિભાગ મુજબ ચુરુમાં 23મેના રોજ 46.6 ડિગ્રી, 24 મેના રોજ 47.4 ડિગ્રી અને 25 મેના રોજ 47.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ શહેરોમાં લોકો લૂનો સામનો કરી રહ્યા છે

આ શહેરોમાં લોકો લૂનો સામનો કરી રહ્યા છે

રાજસ્થાનના અન્ય બે શહેરોમાં પણ ઉચ્ચ તાપમાન નોંધાયું છે. જે 45 ડિગ્રીથી પણ વધુ રહ્યું. અહીં કોટા શહેર અને જેસલમેરમાં ઉચ્ચતમ તાપમાન 46 ડિગ્રી સુધી નોંધાયું છે. આ ઉપરાંત પૂર્વી રાજસ્થાનના બૂંદી અને કટા શહેરના કેટલાક સ્થળોએ લૂનો પ્રકોપ જોવા મળ્યો. આની સાથે જ બીકાનેર, ચુરુ, હનુમાનગઢ અને શ્રીગંગાનગરમાં પણ લોકો લૂનો સામનો કરી રહ્યા છે.

દુનિયાના 15 સૌથી ગરમ શહેરની યાદી (ગત 24 કલાકના)

દુનિયાના 15 સૌથી ગરમ શહેરની યાદી (ગત 24 કલાકના)

  • ચુરુ (ભારત)- 50 ડિગ્રી
  • જકોકાબાદ (પાકિસ્તાન)- 50 ડિગ્રી
  • નવાબશાહ (પાકિસ્તાન)- 49 ડિગ્રી
  • પડાઈડાન (પાકિસ્તાન)- 49 ડિગ્રી
  • બાંદા (ભરત)- 48 ડિગ્રી
  • રોહરી (પાકસ્તાન)- 48 ડિગ્રી
  • સિબી (પાકસ્તાન)- 48 ડિગ્રી
  • નવી દિલ્હી (ભારત)- 47.6 ડિગ્રી
  • બીકાનેર (ભારત)- 47.4 ડિગ્રી
  • ગંગાનગર (ભારત)- 47 ડિગ્રી
  • ઝાંસી (ભારત)- 47 ડિગ્રી
  • પિલાની (ભારત)- 46.9 ડિગ્રી
  • નાગપુર (ભારત)- 48.8 ડિગ્રી
  • અકોલા (ભારત)- 46.5 ડિગ્રી

ગરમીનો પ્રકોપ શરૂ, ચુરુમાં 50 ડિગ્રી, દિલ્હીમાં 18 વર્ષનો રેકોર્ડ ટૂટ્યોગરમીનો પ્રકોપ શરૂ, ચુરુમાં 50 ડિગ્રી, દિલ્હીમાં 18 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો

English summary
list of 15 hottest cities in world, 10 were in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X