For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએએફની ટીમે સહાય માટે 10 ટ્રક ભરીને મોકલી સામગ્રી

કેરળમાં છેલ્લા બે અઠવાડિયેથી વરસાદ અને પૂરે ભારે તબાહી મચાવી હતી. હવે લોકોને ધીરે-ધીરે રાહત મળી રહી છે. કેરળમાં કેટલાય વિસ્તારોમાં પાણી ઘટ્યું છે અને લોકોને જરૂરી ચીજ વસ્તુઓ મળતી શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં છેલ્લા બે અઠવાડિયેથી વરસાદ અને પૂરે ભારે તબાહી મચાવી હતી. હવે લોકોને ધીરે-ધીરે રાહત મળી રહી છે. કેરળમાં કેટલાય વિસ્તારોમાં પાણી ઘટ્યું છે અને લોકોને જરૂરી ચીજ વસ્તુઓ મળતી શરૂ થઈ ગઈ છે. જો કે હજુ પણ એવા કેટલાય વિસ્તારો છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ફસાયેલા છે અને એમને સુરક્ષિત બહાર કાઢવાનું કામ સેના અને એનડીઆરએફની ટીમ કરી રહી છે. સોમવારે પણ 6 લોકોના મૃત્યુના સમાચાર આવ્યા હતા. જ્યારે રાજ્યમાં 29મી મેના રોજ આવેલ પહેલા પૂર બાદ મૃતકોની સંખ્યા વધીને 400 થઈ ગઈ છે. રાજ્યમાં 5645 રાહત શિબિરોમાં રહેવા માટે 10 લાખથી વધુ લોકો મજબૂર થયા છે. રાજ્યમાં રાહત અને બચાવ કાર્ય યુદ્ધસ્તર પર ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારથી લઈને તમામ રાજ્યો કેરળની મદદે આવ્યા છે. સેની, એરફોર્સ, એનડીઆરએફ, આઈટીબીપી સહિતની ટીમો રાહત કાર્યમાં લાગી ગઈ છે.

rescue truck

Newest First Oldest First
12:34 PM, 21 Aug

એર્નાકુલમ, અલાપુઝા માટે RAFની 106ઠ્ઠી બટાલિયન અને જી36 ગ્રુપે 10 ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલી.
11:55 AM, 21 Aug

UAEએ કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે 700 કરોડની આર્થિક મદદની રજૂઆત કરીઃ સીએમ વિજયન
11:19 AM, 21 Aug

કેરળમાં પૂરગ્રસ્તોની મદદ માટે પહોંચ્યા શશિ થરૂર
11:18 AM, 21 Aug

કેરળમાં સદીની સૌથી ભયાનક આફત, હજારો લોકોના જીવ ભરખી ગયું પૂર, ક્યાંક ટૂટ્યાં સપનાં તો ક્યાંક તૂટી આશા.
11:02 AM, 21 Aug

કેરળમાં પૂરગ્રસ્તોની મદદ માટે એમપી પોલીસે 1.31 કરોડ રૂપિયાની આર્થિક મદદ મોકલી, આ ઉપરાંત તમામ પોલીસકર્મીઓ એક દિવસનો પગાર પણ આપશે.
11:00 AM, 21 Aug

ભારતીય વાયુસેનાના સી-130 જે વિમાનથી 96 ડૉક્ટરોની મેડિકલ ટીમ મુંબઈથી ત્રિવેન્દ્રમ પહોંચી. કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે મેડિકલ ટીમ આવી.

English summary
Kerala floods: state government calls for an all party meeting over flood situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X