For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ સ્કૂલમાં ભણતા હતા અડવાણી અને મુશર્રફ, આ છે ખાસ વાતો

એક જ સ્કૂલમાં ભણતા હતા અડવાણી અને મુશર્રફ, આ છે ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

ભારતીય રાજકારણના લોહ પુરુષ તરીકે જાણીતા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તાજેતરમાં જ 92 વર્ષના થયા છે. ભાજપને 2 બેઠકથી 182 બેઠક સુધી પહોંચાડનાર અડવાણીને જન્મદિવસે સંખ્યાબંધ શુબેચ્છાઓ મળી છે. પીએમ મોદીએ પણ તેમના ઘરે જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપતા કહ્યું કે દેશના નાગરિકોને મજબૂત કવરા માટે લાલ કૃષ્ણ અડવાણીજીએ જે યોગદાન આપ્યું તે ક્યારેય નહીં ભૂલાય. હું તેમને જન્મદિવસની શુભેચ્છા આપુ છું અને પ્રાર્થના કરુ છું કે તેઓ સ્વસ્થ રહે અને દીર્ઘાયુ રહે.

92 વર્ષના થયા ભાજપના ‘લાલ’

92 વર્ષના થયા ભાજપના ‘લાલ’

લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં 8 નવેમ્બર 1927ના રોજ એક સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા ઉદ્યોગકાર હતા. લાલકૃષ્ણ અડવણીનું પ્રાથમિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં થયું છે.

પાકિસ્તાન છોડીને મુંબઈ આવ્યો પરિવાર

પાકિસ્તાન છોડીને મુંબઈ આવ્યો પરિવાર

ભાગલા બાદ તેમનો આખો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈ આવીને વસ્યો. અહીં તેમણે લૉ કોલેજ ઓફ ધી બોમ્બે યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમના પત્નીનું નામ કમલા અડવાણી છે, પુત્રનું નામ જયંત અડવાણી છે. આ ઉપરાંત તેમને પ્રતિભા અડવાણી નામની પુત્રી પણ છે.

એક જ સ્કૂલમાં ભણ્યા છે મુશર્રફ અને અડવાણી

એક જ સ્કૂલમાં ભણ્યા છે મુશર્રફ અને અડવાણી

તમે જાણીને ચોંકી જશો કે અડવાણી અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કરાચીન સ્કૂલ સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં અડવાણી કરાસીની મોડેલ હાઈસ્કૂલમાં અધ્યાપક તરીકે નોકરી પણ કરી ચૂક્યા છે. 1980માં ભાજપની રચના થયા બાદ તેઓ સૌથી લાંબો સમય પક્ષના અધ્યક્ષ રહ્યા છે.

પદ્મવિભૂષણથી થઈ ચૂક્યુ છે સન્માન

પદ્મવિભૂષણથી થઈ ચૂક્યુ છે સન્માન

અડવાણીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રાજાકીય કરિયરની શરૂઆત કરી હતી. 1947માં અડવાણી RSSના સચિવ બન્યા હતા. 1970માં તેઓ પહેલીવાર રાજ્યસભાના સાંસદ બન્યા. આ ઉપરાંત 1998થી 2004 દરમિયાન એનડીએ સરકારમાં તેઓ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. અડવાણી 2002થી 2004 વચ્ચે દેશના સાતમા નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. 2015માં તેમને ભારતના નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા.

Jharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશેJharkhand Assembly Elections 2019: મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડમાં રાજકીય ડ્રામા, LJP એકલી ચૂંટણી લડશે

English summary
lk advani and pervez musharraf both were the student of st patric karachi school
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X