For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં શામેલ નહિ થાય અડવાણી

દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યુ છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શનિવારે દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં ખાનગી કારણોસર ભાગ લઈ શકશે નહિ.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યુ છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી શનિવારે દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં ખાનગી કારણોસર ભાગ લઈ શકશે નહિ. ગોયલે અડવાણીને દિલ્લી વિધાનસભાની પહેલી બેઠકની 25મી વર્ષગાંઠ પર આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. ગોયલે બુધવારે મોડી રાતે કહ્યુ, 'અડવાણીજીના ખાનગી સહાયકે મને જણાવ્યુ છે કે તે ખાનગી કારણોથી આ કાર્યક્રમમાં શામેલ થઈ શકશે નહિ.' તમને જણાવી દઈએ તે થોડા દિવસો પહેલા રામનિવાસ ગોયલે જણાવ્યુ હતુ કે લાલકૃષ્ણ અડવાણીએ દિલ્લી વિધાનસભાની 25મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ સ્વીકારી લીધુ છે. અડવાણીને આ કાર્યક્રમમાં શામેલ થનાર અતિથિઓને પણ સંબોધવાના હતા જેના કારણે બધાની નજરો તેમના પર હતી.

આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ રામદેવ, 'હું મુશ્કેલીમાં પડવા નથી માંગતો'આ પણ વાંચોઃ ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ રામદેવ, 'હું મુશ્કેલીમાં પડવા નથી માંગતો'

ભાજપ નેતાઓએ વ્યક્ત કર્યો હતો વાંધો

ભાજપ નેતાઓએ વ્યક્ત કર્યો હતો વાંધો

દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ભાગ લેવાની સ્વીકૃતિ અંગે દિલ્લીના ભાજપના અમુક નેતાઓએ વાંધો વ્યક્ત કર્યો હતો. વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) નું પ્રભુત્વ છે. ઘણા નેતાઓએ નામ ન જણાવવાની શરતે કહ્યુ કે અડવાણીને કાર્યક્રમથી અલગ રહેવુ જોઈએ. દિલ્લી ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યુ, ‘આપના નેતા અને ખાસ કરીને તેમના પ્રમુખ અરવિંદ કેજરીવાલ લગભગ દરેક પ્લેટફોર્મથી પોતાના એજન્ડા આગળ વધારે છે. આ મામલે અડવાણી અજાણતા તેમના ‘ટૂલ' બની જશે.'

અડવાણી દિલ્લી મેટ્રોપોલિટન કાઉન્સિલના પહેલા ચેરમેન હતા

અડવાણી દિલ્લી મેટ્રોપોલિટન કાઉન્સિલના પહેલા ચેરમેન હતા

દિલ્લી સરકારના પૂર્વ મુખ્યમંત્રીઓ, સંસદના વર્તમાન અને પૂર્વ સભ્યોને સમારંભમાં આવવાનું આમંત્રણ મોકલ્યુ છે. આમાં દિલ્લીના પૂર્વ મુખ્યમંભી અને વર્તમાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનું નામ પણ શામેલ છે. દિલ્લી વિધાનસભાની પહેલી બેઠક 14 ડિસેમ્બર 1993માં થઈ હતી. લાલકૃષ્ણ અડવાણી દિલ્લી મેટ્રોપોલિટન કાઉન્સિલ (1966-70) ના પહેલા ચેરમેન હતા.

શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજને પણ કાર્યક્રમમાં શામેલ થવાનું આમંત્રણ

શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજને પણ કાર્યક્રમમાં શામેલ થવાનું આમંત્રણ

વિધાનસભા અધ્યક્ષે એ અન્ય નેતાઓનો પણ સંપર્ક કર્યો છે જે મેટ્રોપોલિટન કાઉન્સિલ કે વિધાનસભાનો હિસ્સો રહ્યા છે. આમાં આસામના રાજ્યપાલ જગદીશ મુખી, વરિષ્ઠ ભાજપ નેતા વિજય મલ્હોત્રા પણ શામેલ છે. સૂત્રો અનુસાર મુખી શનિવારે દિલ્લીમાં હાજર રહેશે પરંતુ સિલ્વર જ્યુબલી સમારંભમાં હિસ્સો નહિ લે. દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજને પણ કાર્યક્રમમાં શામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. સૂત્રોએ જણાવ્યુ કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આ બંને કાર્યક્રમમાં શામેલ થશે કે નહિ ?

આ પણ વાંચોઃ હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠારઆ પણ વાંચોઃ હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠાર

English summary
BJP veteran L K Advani will not be able to attend an event to mark the silver jubilee celebrations of the Delhi Legislative Assembly on Saturday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X