For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LoC કટોકટી : આજે સાંજે BJP નેતાઓને મળશે વડાપ્રધાન

|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 7 ઓગસ્ટ : પાકિસ્તાન દ્વારા પૂંચ વિસ્તારમાં આવેલી નિયંત્રણ રેખા (એલઓસી) અંગે વધી ગયેલી કટોકટી ઘેરી બની છે. આ મુદ્દે રણનીતિ ઘડવા માટે આજે સાંજે વડાપ્રધાન મનમોહન સિંહ મુખ્ય વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં તેઓ એલઓસી પર પૂંચ સેક્ટરમાં પાકિસ્તાનના હુમલાનો જવાબ આપવા માટે શું રણનીતિ અપનાવવી જોઇએ તે અંગે ચર્ચા કરશે.

સંઘર્ષ વિરામનું વારંવાર ઉલ્લંઘન કરી રહેલી પાકિસ્તાની સેનાએ એકવાર ફરી ભારતીય સીમા પર હુમલો કર્યો છે. પાકિસ્તાનના આ દુસ્સાહસનો આકરો જવાબ આપવા માટે વડાપ્રધાન મનમોહન સિંહે ભાજપના નેતાઓની સાથે આજે સાંજે 4.30 કલાકે બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહ પાકિસ્તાને કરેલી હરકત અંગે આકરા પગલા લેવા અંગે ચર્ચા કરશે. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ અને લાલકૃષ્ણ અડવાણી સામેલ થશે.

મંગળવારે જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં થયેલા પાકિસ્તાની હુમલાની ચારો તરફથી નિંદા થઇ રહી છે. આ હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થઇ ગયા છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપની સીમા પર સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં ભારતની નિષ્ફળતાને આ હુમલાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. જો કે પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લેવાથી ઇનકાર કર્યો છે.

English summary
LoC Crisis: PM to meet BJP leaders this evening
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X