For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ પિતાના મૃતદેહને ઉઠાવવા માટે 4 કંધા પણ ના મળ્યા

લૉકડાઉનઃ પિતાના મૃતદેહને ઉઠાવવા માટે 4 કંધા પણ ના મળ્યા

|
Google Oneindia Gujarati News

બસ્તીઃ કોરોના વાયરસનો ડર આખા દેશમાં ફેલાયેલો છે, દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ખોફ એટલો છે કે કોઈના મોત પર કંધો આપવા માટે ચાર લોકો પણ નથી મળી રહ્યા. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં જોવા મળ્યો. જ્યાં 85 વર્ષીય શખ્સનું સોમવારે મોત થયું હતું. પૂર્ણમાસી નામના આ શખ્સના દેહને કંધો આપવા માટે ચાર લોકો પણ નસિબ નહોતા થયા જેથી તેમના દેહને રેકડી દ્વારા અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યું. જણાવી દઈએ કે પૂર્ણમાસીના દીકરાને એ વાતનો ડર હતો કે વધુ લોકો ભેગા નીકળવા પર ક્યાંક પોલીસ કાર્યવાહી ના કરી દે.

Coronavirus

એનબીટી ખબર મુજબ મામલો બસ્તી જિલ્લાના કોતવાલી વિસ્તારના પિકરા દત્તૂ રાય મોહલ્લાનો છે. જ્યાં શવને રેકડીમાં નાખી સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો. દાહ સંસ્કાર કરી પરત ફરેલ મૃતકના દીકરા શ્યામલાલે જણાવ્યું કે સવારે ઘરેથી ફોન આવ્યો કે પિતા પૂર્ણમાસીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સાંભળી જ્યારે તે ઘરે પહોંચ્યો તો મોહલ્લાા લોકોએ કહ્યું કે લૉકડાઉનને કારણે અંતિમ સંસ્કાર માટે પોલીસને પૂછવું પડશે. પોલીસ સ્ટેશને જવા પર જણાવવામાં આવ્યું કે એસડીએમની પરમિશન બાદ લાશના અંતિમ સંસ્કાર કરી શકે છે.

સાથે જ પોલીસે શ્યામલાલને એ વાતની પણ સલાહ આપી કે લાશને કોઈ વાહન પર રાખીને અંતિમ સ્સાકર માટે લઈ જવું પડશે. જો વાહનની વ્યવસ્થા નથી થતી તો એક મીટરની દૂરી રાખી મૃતદેહના અંતિમ સંસ્કાર કરી શકાય છે. શ્યામલાલે જણાવ્યું કે ફોર વ્હિલરની વ્યવસ્થા ના કરી શક્યો માટે તેણે રેકડી પર મૂકીને ત્રણ લોકો અંતિમ સંસ્કાર માટે લઈ ગયા, થોડીવાર બાદ મોહલ્લાના લોકો પણ અંતિમ સંસ્કાર માટે સ્મશાન પહોંચ્યા.

PM કેર્સ ફંડમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ, આમણે પણ ખજાનો ખોલ્યોPM કેર્સ ફંડમાં રિલાયન્સે આપ્યા 500 કરોડ, આમણે પણ ખજાનો ખોલ્યો

English summary
lockdown: father body took him to Hand cart crematorium for a son in basti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X