મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં લૉકડાઉન લગાવવાનો નિર્ણય રદ, આ કારણે સરકારે પાછા ખેંચ્યા પગલાં
મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જનતાના ભારે વિરોધના કારણે કોરોના વાયરસના વધતા કેસોના કારણે લગાવવામાં આવનાર લૉકડાઉન રદ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ઔરંગાબાદમાં બુધવારથી લૉકડાઉન લગાવવાની ઘોષણા કરવામાં આવી હતી. જિલ્લાના કલેક્ટર સુનીલ ચૌહાણે મંગળવારે આને રદ કરવાની ઘોષણા કરી હતી.
ઔરંગાબાદ જિલ્લામાં 31 માર્ચથી 8 એપ્રિલ સુધી માટે લૉકડાઉન લગાવવાનુ હતુ પરંતુ પ્રશાસને જનતાના હોબાળા સામે ઝૂકવુ પડ્યુ. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઔરંગાબાદ જિલ્લો દેશના એ 10 જિલ્લાઓમાંનો એક છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ મળ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના 27,918 કેસ નોંધવામાં આવ્યા.
વર્તમાનમાં રાજ્યમાં કોરોનાના 3.4 લાખ કેસ સક્રિય છે. આ પહેલા રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને કહ્યુ હતુ કે આગામી અમુક દિવસોમાં આખા રાજ્યમાં પૂર્ણ લૉકડાઉન માટે ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવે.
ફ્રાંસથી આજે ભારત પહોંચશે વધુ 3 રાફેલ ફાઈટર જેટ