70,000 કરોડ રૂપિયામાં ફિક્સ થઇ છે લોકસભા ચૂંટણી!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 એપ્રિલ : આપ ભારતની લોકસભા ચૂંટણી 2014ની ચર્ચાઓ માત્ર ટીવી, સમાચાર પત્રો, સર્વેક્ષણો અને ચર્ચાઓમાં જ જોઇ રહ્યા છો અને આ ચર્ચાઓ માત્ર મીડિયા, સામાન્ય નાગરિકો અને રાજકીય નેતાઓ જ કરે છે એમ ધારો છો? હકીકત એ છે કે આ ચર્ચાઓ એક અન્ય જગ્યાએ પણ મોટા પ્રમાણમાં થઇ રહી છે. આ જગ્યા છે સટ્ટા બજાર.

એક અનુમાન અનુસાર ભારતીય લોકશાહીના આ સૌથી મોટા પર્વમાં અંદાજે રૂપિયા 70,000 કરોડનો સટ્ટો રમાઇ રહ્યો છે. આઇબી, સ્થાનિક પોલીસ અને ગુપ્તચર તંત્રની નજર દિલ્હી, મુંબઇ, કોલકત્તા સહિતના તમામ મોટા શહેરો પર લાગેલી છે. માનવામાં આવે છે કે દેશના સટ્ટા કિંગ્સ છેલ્લા કેટલાય મહિનાઓથી લક્ષ્મીજીની કૃપા મેળવવાના પ્રયાસો અને પ્લાનિંગ કરી રહ્યા છે.

ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ની ધારણા છે કે લોકસભા ચૂંટણી 2014 રૂપિયા 70,000 કરોડમાં ફિક્સ થઇ છે. આ પાછળ મોટો ઓનલાઇન સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ ટેલીમાર્કેટિંગ કંપનીઓની જેમ વિદેશી નંબરોનો ઉપયોગ કરી લોકસભા ચૂંટણી પર સટ્ટો રમાડી રહ્યા છે. કોના પર કેવી સોદાબાજી થઇ રહી છે અને કોનો કેટલો ભાવ છે તે જાણવા આગળ વાંચો...

ઓનલાઇન સટ્ટો ખેલાય છે

ઓનલાઇન સટ્ટો ખેલાય છે

ધારણા છે કે લોકસભા ચૂંટણી 2014 રૂપિયા 70,000 કરોડમાં ફિક્સ થઇ છે. આ પાછળ મોટો ઓનલાઇન સટ્ટો રમાઇ રહ્યો છે. સટોડિયાઓ ટેલીમાર્કેટિંગ કંપનીઓની જેમ વિદેશી નંબરોનો ઉપયોગ કરી લોકસભા ચૂંટણી પર સટ્ટો રમાડી રહ્યા છે.

ભાજપ

ભાજપ


ભાજપને 200 બેઠકો જીતવા પર 26 પૈસા, 210 બેઠકો જીતવા પર 58 પૈસા, 215 બેઠકો જીતવા પર 1.10 રૂપિયા, 220 બેઠકો જીતવા પર 1.80 રૂપિયા અને 225 બેઠકો જીતવા પર 2.25 રૂપિયા ભાવ આપવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ

કોંગ્રેસ


કોંગ્રેસને 70 બેઠકો જીતવા પર 30 પૈસા ભાવ, 75 બેઠકો જીતવા પર 60 પૈસા, 80 બેઠકો જીતવા પર 1.25 રૂપિયા, 85 બેઠકો જીતવા પર 1.80 રૂપિયા અને 90 બેઠકો જીતવા પર 2.25 રૂપિયા ભાવ આપવામાં આવી રહ્યો છે.

'આપ'

'આપ'


સટ્ટા બજારમાં આમ આદમી પાર્ટી માટે 6 બેઠકો જીતવા પર 35 પૈસા, 7 બેઠકો જીતવા પર 70 પૈસા, 8 બેઠકો જીતવા પર 1.40 રૂપિયા, 9 બેઠકો જીતવા પર 2.10 રૂપિયા અને 10 બેઠકો જીતવા પર 2.75 રૂપિયા ભાવ આપવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


સટ્ટા બજારમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી રહ્યા છે. સટ્ટા બજારમાં નરેન્દ્ર મોદીની જીત પાક્કી માનવામાં આવી રહી છે. આ કારણે નરેન્દ્ર મોદીના નામ પર સૌથી ઓછા 47 પૈસા ભાવ ચાલી રહ્યો છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર માનવામાં આવતા રાહુલ ગાંધી માટે સટ્ટા બજારમાં ભાવ 6.75 રૂપિયા છે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


'આપ'ના પ્રમુખ અરવિંદ કેજરીવાલની સ્થિતિ ખૂબ નબળી છે. તેમના માટે ઊંચા બાવ બોલવામાં આવી રહ્યા છે.

English summary
Intelligence Bureau (IB) guess that Lok Sabha elections 2014 supposed to be fixed in 70,000 crore rupees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X