ચૂંટણી ચોપાલમાં વાંચો દિવસભરના સમાચાર તસવીરોમાં

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 મે: હાલમાં દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. લોકસભાની સામાન્ય ચૂંટણી હવે તેના અંતિમ ચરણોમાં છે. દરેક પાર્ટી અને તેના નેતાઓ વિરોધી પાર્ટી અને નેતાઓ પર પોતાના વાકબાણ છોડવામાં લાગ્યા છે. કોઇ નેતાઓ ધડાધડ ચૂંટણી સભાઓ કરીને વધુને વધુ લોકો સુધી પહોંચવાની કોશીશ કરી રહ્યા છે તો કોઇ નેતાઓ ટેલિવિઝનની સામે વિવાદાસ્પદ નિવેદન કરીને ચૂંટણી ચોપાટનો શિકાર બની જતા હોય છે. આવા સમયે વનઇન્ડિયા તમારી સુધી પહોંચાડી રહ્યું છે દિવસભરની ચૂંટણી વિષયક ઘટનાઓ અને સમાચારો એ પણ તસવીરો સાથે....

અલ્હાબાદમાં રામદેવનું પૂતળાદહન

અલ્હાબાદમાં રામદેવનું પૂતળાદહન

દલિત કમ્યુનિટી પર વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ અલ્હાબાદમાં દલિત કમ્યુનિટી દ્વારા રામદેવનું પૂતળું બાળીને વિરોધ દર્શાવ્યો હતો.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

ટીડીપી અને ભાજપના સમર્થકોએ મોદીના માસ્ક પહેરીને તેમનુ સમર્થન કર્યું હતું.

અખિલેશ યાદવ આઝમગઢમાં

અખિલેશ યાદવ આઝમગઢમાં

યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુરુવારે આઝમગઢમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી.

સોનિયા ગાંધી ફૈઝાબાદમાં

સોનિયા ગાંધી ફૈઝાબાદમાં

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં ચૂંટણી રેલીને સંબોધી હતી.

રાહુલ ગાંધી અને વિરભદ્ર સિંહ

રાહુલ ગાંધી અને વિરભદ્ર સિંહ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્ર સિંહે બિલાસપુરમાં એક રેલી દરમિયાન એક મંચ પર દેખાયા હતા.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ બંકુરા ડિસ્ટ્રીક્ટમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

પ્રિયંકા વાઢેરા

પ્રિયંકા વાઢેરા

પ્રિયંકા વાઢેરા પોતાના ભાઇ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે અમેઠીમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

શાળાના બાળકોએ નેતાઓના માસ્ક પહેર્યા

શાળાના બાળકોએ નેતાઓના માસ્ક પહેર્યા

કેટલાંક શાળાના બાળકોએ વિવિધ નેતાઓના માસ્ક પહેરીને વોટિંગ અવેરનેસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રૂરકી, ઉત્તરાખંડમાં માયાવતીની રેલી

રૂરકી, ઉત્તરાખંડમાં માયાવતીની રેલી

માયાવતીના સમર્થકો બેનર લઇને રેલીમાં માયાવતીને સમર્થન કરી રહ્યા છે.

પૂર્વ ચંપારણમાં લાલુ

પૂર્વ ચંપારણમાં લાલુ

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પૂર્વ ચંપારણના ચિરૈયામાં ચૂંટણી સભાને સંબોધી હતી.

રૂરકીમાં માયાવતી

રૂરકીમાં માયાવતી

માયાવતીએ રૂરકી ઉત્તરાખંડમાં ચૂંટણી સભાને સંબોધી હતી.

સંત કબીર નગરમાં મોદીની રેલી

સંત કબીર નગરમાં મોદીની રેલી

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે સંત કબિર નગર ખાતે રેલીને સંબોધી હતી.

English summary
It's election time. Each political party, their leaders and supporters are spending nervous nights as we proceed towards May 16. But for the time being, everyone related to Indian politics is busy giving the final touches to the preparations. news in picture..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X