સર્વે: MP અને છત્તીસગઢમાં કેસરીયાની બોલબાલા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 એપ્રિલ: જો હાલમાં ચૂંટણી થાય તો વાત કરીએ ભાજપના વધુ એક ગઢ ગણાતા મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની. મધ્ય પ્રદેશમાં 29 બેઠકો છે. રાજ્યમાં ભાજપની સામે મોટો પડકાર નથી. અત્રે કોંગ્રેસ રાજ્ય સ્તર પર વિકલ્પ રજૂ કરવામાં નિષ્ફળ ગઇ છે. મધ્ય પ્રદેશ માટે કોંગ્રેસની પાસે મજબૂત યોજના નથી. ભાજપનો દાવો છે કે રાજ્યમાં મોદી અને શિવરાજની લહેર છે. મહત્વની વાત એ પણ છે કે મધ્ય પ્રદેશથી વધારે લોકસભા બેઠકો શિવરાજની રાષ્ટ્રીય છબી બનાવવામાં મહત્વની સાબિત થશે.

જો છત્તીસગઢની વાત કરીએ તો અહીં પણ કોંગ્રેસ રાજકારણ ક્ષેત્રે ભાજપની સામે કોઇ ખાસ રણનીતિ રચી શકી નથી. છત્તીસગઢમાં પણ કોંગ્રેસ નિષ્ફળ જાય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની જનતા શું કહે છે જુઓ સ્લાઇડરમાં...

મધ્ય પ્રદેશમાં કોને કેટલા વોટ?

મધ્ય પ્રદેશમાં કોને કેટલા વોટ?

સર્વે અનુસાર અત્રે ભાજપને 52 ટકા એટલે કે અડધાથી વધારે વોટ મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 28 ટકા વોટ આવી શકે છે. 5 ટકા વોટ બીએસપી અને 3 ટકા વોટ આપને મળવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશમાં કોને કેટલી બેઠકો

મધ્ય પ્રદેશમાં કોને કેટલી બેઠકો

સર્વે અનુસાર મધ્ય પ્રદેશની કુલ 29 બેઠકોમાંથી બીજેપીના ખાતામાં 24થી 28 બેઠકો આવી શકે છે જ્યારે કોંગ્રેસને માત્ર 1થી 5 બેઠકો મળવાનું અનુમાન છે.

કોણ બને વડાપ્રધાન?

કોણ બને વડાપ્રધાન?

સર્વેમાં જ્યારે આ સવાલ મધ્ય પ્રદેશના લોકોને કરવામાં આવ્યો તો 45 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને પોતાની પહેલી પસંદ બતાવ્યા. 20 ટકા લોકોએ રાહુલ ગાંધી, 3-3 ટકા લોકોએ સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલ, જ્યારે 6 ટકા લોકોએ શિવરાજ સિંહ ચૌહાણને પોતાની પસંદ ગણાવ્યા.

શું કેન્દ્ર માં યુપીએને ફરી તક મળવી જોઇએ?

શું કેન્દ્ર માં યુપીએને ફરી તક મળવી જોઇએ?

સર્વેમાં સામેલ 23 ટકા લોકો કેન્દ્રમાં યુપીએને ફરી તક આપવાના પક્ષમાં આવ્યા અને 53 ટકા લોકો તેની વિરુધ્ધ હતા.

મધ્ય પ્રદેશના ચૂંટણી મુદ્દા શું છે?

મધ્ય પ્રદેશના ચૂંટણી મુદ્દા શું છે?

સર્વે અનુસાર 23 ટકા લોકોએ ભ્રષ્ટાચારને ચૂંટણી મુદ્દો બતાવ્યો, 15-15 ટકા લોકોએ મોંઘવારી અને બેરોજગારી જ્યારે 9 ટકા લોકોએ વિકાસને ચૂંટણી મુદ્દો બતાવ્યો.

છત્તીસ ગઢમાં કોને કેટલાં વોટ?

છત્તીસ ગઢમાં કોને કેટલાં વોટ?

સર્વેમાં મળેલા મત અનુસાર સૌથી વધારે 44 ટકા વોટ ભાજપના પક્ષમાં, 39 ટકા વોટ કોંગ્રેસના પક્ષમાં, 4 ટકા વોટ બીએસપીના પક્ષમાં અને 3 ટકા વોટ આપના પક્ષમાં જાય છે.

સૌથી મહત્વના પાંચ ચૂંટણી મુદ્દા

સૌથી મહત્વના પાંચ ચૂંટણી મુદ્દા

સર્વેમાં જે મત મળ્યા છે તે અનુસાર 16 ટકા લોકો મોંઘવારી, 13 ટકા લોકો વિકાસ, 10 ટકા લોકો બેરોજગારી, 6 ટકા લોકો ભ્રષ્ટાચાર અને 3 ટકા લોકો માટે પીવાનું પાણી મહત્વનો મુદ્દો છે.

English summary
Lok Sabha Election 2014: Survey says BJP in top in Madhya pradesh and Chhattisgarh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X