For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાં ખુલ્યો નવજોત સિંહ સિદ્ધુના હેલીકોપ્ટરનો ગેટ, મોટી દૂર્ઘટના ટળી

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચૂંટણી પ્રચાર માટે જઇ રહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુ સાથે મોટી દુર્ઘટના થતા રહી ગઈ.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચૂંટણી પ્રચાર માટે જઇ રહેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુ સાથે મોટી દુર્ઘટના થતા રહી ગઈ. ગુરુવારે ડોંગરગામમાં ચૂંટણી પ્રચાર બાદ રાયપુર પાછા આવી રહેલા નવજોત સિંહ સિદ્ધુનું હેલીકોપ્ટર દૂર્ઘટનાનો શિકાર બનતા રહી ગયુ. આકાશમાં વચ્ચે સિદ્ધુના હેલીકોપ્ટરનો દરવાજો ખુલી ગયો. જો કે પાયલટે સમયસર દૂર્ઘટના ટાળી દીધી.

Navjot Singh Sidhu

સિદ્ધુ ચૂંટણી પ્રચાર માટે મુંગેલી જિલ્લાના બાલાપુર જઈ રહ્યા હતા ત્યારે હવામાં જ તેમના હેલીકોપ્ટરનો ગેટ ખુલી ગયો. હેલીકોપ્ટરમાં સિદ્ધુ સાથે બેઠેલા રિટાયર્ડ બ્રિગેડિયર પ્રદીપ યાદવે ગેટ બંધ કરી દીધો. એક દૂર્ઘટના ઘટતા બચી ગઈ પરંતુ દૂર્ઘટનાનો દોર અહીં ખતમ ન થયો. ત્યારબાદ જ્યારે સિદ્ધુ બાલાપુર સભા કરીને રાયપુર પાછા આવ્યા અને પછી ડોંગરગામ માટે હેલીકોપ્ટરે ઉડાન ભરી તો ત્યાં પણ તેમને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો. હવામાન ખરાબ હોવાના કારણે હેલીકોપ્ટર ડગમગવા લાગ્યુ. પાયલટે ખરાબ હવામાનના કારણે હેલીકોપ્ટર પાછુ રાયપુર તરફ વાળવાનો નિર્ણય કર્યો. રાયપુર પહોંચીને સિદ્ધુએ હેલીપેડથી મોબાઈલ પર ડોંગરગામની સભાને સંબોધિત કરી.

જ્યારે આના વિશે તપાસ કરવામાં આવી તો તેમને માલુમ પડ્યુ કે હોલીકોપ્ટર ઓડિશાથી આવ્યુ હતુ જ્યાંથી સિદ્ધુને આ હેલીકોપ્ટરથી 11.30 વાગે બાલાપુર જનસભાને સંબોધિત કરવી માટે જવાનું હતુ. ઉડાન ભરતા પહેલા હેલીકોપ્ટરની સર્વિસિંગ કરવામાં આવી. સિદ્ધુ બપોરે 1.30 વાગે હેલીકોપ્ટરનો ગેટ ખુલી ગયા. વળી, ગેટ જે બાજુથી ખુલી ગયો ત્યાં સિદ્ધુ બેઠા હતા જો કે હેલીકોપ્ટરમાં તેમની સાથે બેઠેલ બ્રિગેડિયરે ગેટને બંધ કરી દીધો હતો. હેલીકોપ્ટરમાં આવેલી ખરાબીના કારણે સિદ્ધુનો કાર્યક્રમ મોડો થતો ગયો. સિદ્ધુએ કાર્યક્રમ પ્રભારીઓ સામે નારાજગી વ્યક્ત કરી. જો કે બાદમાં મામલો શાંત થઈ ગયો.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની કેટલી છે સંપત્તિ?આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધી અને સ્મૃતિ ઈરાનીની કેટલી છે સંપત્તિ?

English summary
Lok Sabha Election 2019: Navjot Singh Sidhu Helicopter Gate Open in Mid Air.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X