For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે એકલા પોતાના દમ પર 272નો આંકડો કર્યો પાર

લોકસભા ચૂંટણી 2019ની 542 સીટો પર મતગણતરી ગુરુવારે શરૂ થઈ ગઈ છે. શરૂઆતના રૂઝાનમાં ભાજપને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ની 542 સીટો પર મતગણતરી ગુરુવારે શરૂ થઈ ગઈ છે. શરૂઆતના રૂઝાનમાં ભાજપને પૂર્ણ બહુમત મળતો દેખાઈ રહ્યો છે. ભાજપે પોતાના દમ પર બહુમતનો આંકડો પાર કરી લીધો છે. વર્ષ 2014 બાદ આ બીજી ચૂંટણી છે જ્યારે ભાજપને બીજી વાર પોતાના દમ પર બહુમત મળતો દેખાઈ રહ્યો છે. ભાજપને યુપીમાં એટલુ મોટુ નુકશાન નથી થઈ રહ્યુ જેટલી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

pm modi

યુપીમાં ભાજપ ગઠબંધન 55 સીટો પર આગળ છે. વળી, મહાગઠબંધન 22 અને કોંગ્રેસ બે સીટો પર આગળ છે. બિહારમાં ભાજપ ગઠબંધન 36 સીટો પર આગળ છે. વળી, મહાગઠબંધન માત્ર 3 સીટો પર આગળ છે. ભાજપ ઉત્તરાખંડ, દિલ્લીમાં બધી સીટોમાં આગળ છે. ભાજપ 285 સીટો પર આગળ ચાલી રહ્યુ છે. જ્યારે એનડીએ 338 સીટો પર આગળ છે.

વર્ષ 2014માં ભાજપને મળ્યો હતો પૂર્ણ બહુમત

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં એનડીએને 336 અને યુપીએને 60 સીટો મળી હતી. ભાજપને પાંચ વર્ષ પહેલા થયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 282, કોંગ્રેસ 44 અને અન્યને 147 સીટો મળી હતી. વર્ષ 2014 પહેલા દેશમાં કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ દસ વર્ષ સુધી સતત સરકાર ચલાવી હતી. કોંગ્રેસના સીનિયર નેતા મનમોહન સિંહ સતત દસ વર્ષ સુધી યુપીએ સરકારમાં પીએમ રહ્યા. 2004નાં એનડીએની આગેવાનીવાળી અટલ બિહારી વાજપેયી સરકારને હરાવીને યુપીએ સરકાર બની હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્યએ ઈવીએમ વિવાદ પર પોતાની પાર્ટી પર ઉઠાવ્યા સવાલઆ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્યએ ઈવીએમ વિવાદ પર પોતાની પાર્ટી પર ઉઠાવ્યા સવાલ

English summary
lok sabha election results 2019: bjp gets majority and crossed 272 mark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X