For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્મિલાએ ચૂંટણી પંચમાં ઈવીએમ ગરબડી અંગે ફરિયાદ કરી

મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ સીટથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે ઇવીએમમાં ગરબડી અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ સીટથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે ઇવીએમમાં ગરબડી અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ઉર્મિલાએ કહ્યું કે કેટલીક ઇવીએમના 17સી ફોર્મ સિગ્નેચર અને મશીન નંબરમાં ફરક છે, જેને લઈને તેમને ચૂંટણી પંચમાં તેની ફરિયાદ કરી છે. ઉર્મિલા માતોંડકરનો મુકાબલો ભાજપના ગોપાલ શેટ્ટી સાથે છે. અત્યારસુધી મળેલા રૂઝનોમાં ઉર્મિલા માતોંડકર લગભગ 4 લાખ કરતા પણ વધારે વોટોથી પાછળ ચાલી રહી છે અને ચૂંટણી લગભગ હારી જ ચુકી છે.

urmila matondkar

ઉર્મિલા માતોંડકરે ઈવીએમ ગરબડી અંગે ટવિટ કર્યું છે. જેમાં તેમને કહ્યું છે કે ટલીક ઇવીએમના 17સી ફોર્મ સિગ્નેચર અને મશીન નંબરમાં ફરક છે, જેને લઈને તેમને ચૂંટણી પંચમાં તેની ફરિયાદ કરી છે. ઉર્મિલા માતોંડકર પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહી છે. ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટીએ ભારે લીડ મેળવ્યા પછી ઉર્મિલા માતોંડકરે પહેલા તેમને અભિનંદન આપ્યા અને કહ્યું કે અમે ઈવીએમ મશીનની વિસંગતતા અંગે ધ્યાન આપ્યું છે, અમે એક રિપોર્ટ તૈયાર કરી છે જેને અમે ચૂંટણી પંચને આપી રહ્યા છે. ઉર્મિલા માતોંડકર લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાઈ હતી. ઉર્મિલા માતોંડકર બોલિવૂડથી રાજનીતિમાં આવી છે. ઉર્મિલા માતોંડકર એક દસકા સુધી બોલિવૂડની એક સફળ અભિનેત્રી રહી ચુકી છે.

આ પણ વાંચો: 40 વર્ષમાં પહેલીવાર મોદીએ આ રેકોર્ડ તોડ્યો, પોતાના દમ પર બહુમત

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે. દેશે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત આપ્યો છે. એનડીએ ફરીથી એકવાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ બેમિસાલ જીતથી ભાજપમાં ખુશીનો માહોલ છે. અત્યાર સુધી આવેલા રૂઝાનમાં એનડીએ 350નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે. વળી, ભાજપ પોતાના દમ પર બહુમતના આંકડાની નજીક છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામો જોઈને કોંગ્રેસ નેતાને આવ્યો હાર્ટ એટેક, થયુ મોત

English summary
lok sabha election results 2019 congress urmila matondkar question over evm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X