For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Election Result 2019: ભાજપા સામે દલિતોની દરિયાદિલી, ઘણા વોટ આપ્યા

નરેન્દ્ર મોદીના છેલ્લા 5 વર્ષના કાર્યકાલ પર નજર કરવામાં આવે તો ઘણા રાજ્યોમાં દલિતોનું શોષણ અને મોબ લિન્ચિંગનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદીના છેલ્લા 5 વર્ષના કાર્યકાલ પર નજર કરવામાં આવે તો ઘણા રાજ્યોમાં દલિતોનું શોષણ અને મોબ લિન્ચિંગનો મામલો સામે આવ્યો છે. બધા જ વિપક્ષી દળો ભાજપ પર મોબ લિન્ચિંગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ હાલમાં જે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે તો દલિતોની નારાજગી ભાજપ સામે વોટ રૂપે નથી જોવા મળી રહી. દલિતોની આરક્ષિત લોકસભા સીટો વિશે વાત કરવામાં આવે તો ભાજપ 47 સીટો પર આગળ ચાલી રહી છે, જયારે કોંગ્રેસ 14 સીટો પર આગળ ચાલી રહી છે. તેનાથી સાફ જોઈ શકાય છે કે દલિતોનો રોષ ભાજપ પ્રત્યે વોટિંગમાં જોવા નથી મળ્યો.

Lok Sabha election results 2019

આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન ખુબ જ ખબર રીતે હારી રહ્યું છે. પ્રદેશમાં ભાજપ ખુબ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. આ વખતે ભાજપ લગભગ 50 સીટો જીતી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે, જયારે મહાગઠબંધન 25 સીટોની આસપાસ સમેટાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સૌથી રસપ્રદ મુકાબલો અમેઠીમાં ચાલી રહ્યો છે જ્યાં સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અહીં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી કરતા આગળ ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશા

આપને જણાવી દઈએ કે શરૂઆતી રૂઝનોમાં એનડીએ પૂર્ણ બહુમતના આંકડાને પાર કરી ચૂક્યું છે અને નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બનતા જોવા મળી રહ્યા છે. શરૂઆતી રૂઝનોમાં એનડીએ 300 નો આંકડો પાર કરી ચુકી છે. ભારતીય જનતા પાર્ટી દક્ષિણ છોડીને બાકી બધા જ રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં લગભગ 17 સીટો પર આગળ ચાલી રહી છે, ગુજરાતમાં ભાજપ બધી જ 26 સીટો પર આગળ ચાલી રહ્યું છે અને રાજસ્થાનમાં પણ ભાજપ બધી જ 25 સીટો પર આગળ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: દિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટ

English summary
Lok Sabha election results 2019: dalit votes for bjp party swings vote in its favour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X