Lok Sabha Election : કોણ છે અજય રાય? જે વારાણસીમાં પીએમ મોદીને ટક્કર આપવા જઈ રહ્યાં છે?
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટીએ તેમની નવી યાદીમાં અજય રાયને વારાણસીથી નરેન્દ્ર મોદી સામે ટિકીટ આપી છે.
કોંગ્રસની નવી યાદીમાં પાર્ટીના ઉત્તર પ્રદેશ પ્રમુખ અજય રાયને વારાણસીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહને રાજગઢથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ચોથી યાદીમાં દાનિશ અલીને અમરોહાથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ઈમરાન મસૂદને સહારનપુર અને આલોક મિશ્રાને કાનપુરથી ટિકિટ મળી છે.
કોણ છે અજય રાય?
અજય રાયે પોતાની કારકિર્દી આરએસએસની વિદ્યાર્થી પાંખ ABVP સાથે શરૂ કરી હતી. 1996 અને 2007 ની વચ્ચે તેમણે ભાજપની ટિકિટ પર કોલાસલા મતવિસ્તારમાંથી સતત ત્રણ વખત યુપી વિધાનસભાની ચૂંટણી જીતી છે.
લોકસભા ટિકિટ ન મળતા તે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાય બાદમાં 2012માં કોંગ્રેસમાં જોડાયા અને પીન્દ્રા મતવિસ્તારમાંથી યુપી વિધાનસભાની ચૂંટણી જીતી. 2017માં રાય કોંગ્રેસના ઉમેદવાર તરીકે પિન્દ્રાથી રાજ્યની ચૂંટણી હારી ગયા હતા.
આ પહેલા પણ પીએમ મોદી સામે મેદાનમાં આવી ચુક્યા છે
અજય રાયે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસી સંસદીય ક્ષેત્રમાંથી પીએમ મોદીને પડકાર ફેંક્યો હતો પરંતુ બંને વખત તેઓ હારી ગયા હતા.
ઓગસ્ટ 2023 માં દલિત નેતા બ્રિજલાલ ખાબરીને બદલીને તેમને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
