For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

37 ભાજપીઓએ પક્ષમાંથી આપ્યુ રાજીનામુ, હિંદુત્વને ગણાવ્યુ કારણ

2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી જોડાયેલી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં જોરશોરથી જોડાયેલી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં નાગાલેન્ડમાં ભાજપના લગભગ 37 સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ બધા સભ્યોએ પોતાના રાજીનામામાં નાગરિકતા સુધારા બિલનો હવાલો આપતા કહ્યુ કે નાગા લોકો માટે દેશભરમાં ભાજપની હિંદુત્વની નીતિ અને તેના સિદ્ધાંત અસમર્થનીય બની ગયા છે. જે 37 સભ્યોએ ભાજપમાંથી રાજીનામુ આપ્યુ છે તેમાંથી ચાર નેતા રાજ્ય કાર્યકારિણીના સભ્ય બતાવવામાં આવી રહ્યા છે. એક સાથે 37 નેતાઓના રાજીનામાના સમાચારથી રાજ્ય ભાજપમાં હડકંપ મચી ગયો છે. માહિતી મુજબ આ બધા સભ્યોએ સોમવારે સાંજે રાજ્ય અધ્યક્ષને રાજીનામુ મોકલ્યુ હતુ.

‘પાર્ટીની હિંદુત્વ નીતિથી સંમત નથી'

‘પાર્ટીની હિંદુત્વ નીતિથી સંમત નથી'

નાગાલેન્ડમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઈમના અલૉન્ગને મોકલેલા રાજીનામામાં આ બધા સભ્યોએ કહ્યુ કે, ‘અમે બધા પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યા છે કારણકે અમે લોકો ભાજપના સિદ્ધાતોથી સંમત નથી, વિશેષ રીતે પાર્ટીની હિંદુત્વ નીતિથી.' આ ઉપરાંત આ સભ્યોએ નાગા રાજકીય મુદ્દાઓ અંગે કોઈ અંતિમ સમજૂતી સુધી પહોંચવામાં થઈ રહેલા વિલંબને પણ રાજીનામાનું કારણ બતાવ્યુ છે. જો કે પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવુ છે કે પાર્ટીમાંથી રાજીનામુ આપનાર મોટભાગના લોકો કોંગ્રેસના ઉમેદવાર કે એલ જોશીના કબીલા અને જનજાતિના છે અને એટલા માટે આ લોકોના રાજીનામાથી પરિણામ પર કોઈ અસર નહિ થાય.

‘કોંગ્રેસનું સમર્થન કરવા ઈચ્છે છે આ લોકો'

‘કોંગ્રેસનું સમર્થન કરવા ઈચ્છે છે આ લોકો'

પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઈમના અલૉન્ગે આ મામલે કહ્યુ, ‘રાજીનામુ આપનારા સભ્યોમાંથી ત્રણ નેતા રાજ્ય કાર્યકારિણીના સભ્ય હતા અને એક નાણાકીય સમિતિના સંયોજક હતા પરંતુ જે લોકોએ રાજીનામુ આપ્યુ છે તેમાંથી મોટાભાગના જુન્હેબોટો જિલ્લાના છે અને કોંગ્રેસના ઉમેદવાર પણ એ જ જિલ્લાના છે. આ લોકોના રાજીનામાંથી ના તો પાર્ટી પર કોઈ અસર પડશે અને ના ચૂંટણી પરિણામ પર. આ નેતાઓએ રાજીનામુ એટલા માટે આપ્યુ છે કારણકે આ બધા લોકસભા ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર કે એલ ચિશીનું સમર્થન કરવા ઈચ્છે છે.'

નાગરિકતા સુધારા બિલ માટે વિરોધ

નાગરિકતા સુધારા બિલ માટે વિરોધ

તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા બિલ માટે સમગ્ર પૂર્વોત્તરમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. આ બિલ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા બિન મુસ્લિમો માટે ભારતની નાગરિકતા સરળ બનાવવા માટે છે. આ બિલ કાયદો બની ગયા બાદ આ ત્રણ દેશોથી ભારત આવતા શરણાર્થીઓને 12 વર્ષના બદલે છ વર્ષ બાદ જ ભારતની નાગરિકતા મળી શકે છે.

આ પણ વાંચોઃ શું તમારો પહેલો મત બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનાર વીર જવાનોને સમર્પિત થઈ શકે છેઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ શું તમારો પહેલો મત બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરનાર વીર જવાનોને સમર્પિત થઈ શકે છેઃ પીએમ મોદી

English summary
Lok Sabha Elections 2019: 37 BJP Members Resigns From Party In Nagaland.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X