For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા નારાજ થઈ ભાજપની સહયોગી પાર્ટી, ઈમરજન્સી બેઠક

ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની એક સહયોગી પાર્ટી તેનાથી નારાજ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીમાં હવે માત્ર એક તબક્કાનું મતદાન બાકી છે. રવિવારે 59 લોકસભા સીટો હેઠળ અંતિમ તબક્કાના મત નાખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતા દાવો કરી રહ્યા છે કે આ વખતે એનડીએ 2014થી પણ વધુ સીટો પર જીત મેળવીને કેન્દ્રમાં પ્રચંડ બહુમતની સરકાર બનાવશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ભાજપની એક સહયોગી પાર્ટી તેનાથી નારાજ થઈ ગઈ છે. આ સહયોગી પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમાં નિર્ણય લેવામાં આવશે કે તેમની પાર્ટીએ ભાજપ સાથે રહેવુ કે નહિ.

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલનો ખુલાસો, છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મત કોંગ્રેસને ગયાઆ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલનો ખુલાસો, છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મત કોંગ્રેસને ગયા

સમર્થન માટે આજે થશે નિર્ણય

સમર્થન માટે આજે થશે નિર્ણય

મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલા મણિપુરમાં નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ) એ કહ્યુ છે કે ભારતીય જનતા પાર્ટી તેમના વિચારો અને સિદ્ધાંતો પર ધ્યાન નથી આપી રહી. એનપીએફના પ્રદેશ અધ્યક્ષ અવાંગબૌ નઈમઈએ કહ્યુ કે ભાજપ પોતાના સહયોગી દળોને નીચુ બતાવે છે. એનપીએફે આ મુદ્દે શનિવારે પોતાના વરિષ્ઠ નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીના નેતા એ નક્કી કરશે કે એનપીએફને ભાજપ સાથે ગઠબંધનમાં રહેવુ છે કે પોતાનું સમર્થન પાછુ લેવુ છે. વળી, એનપીએફના આરોપોને ફગાવીને ભાજપે કહ્યુ કે તેણે મણિપુરમાં સરકારની સુચારુ કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરવા માટે પોતાના ભાગીદારોને દરેક સંભવ સુવિધાઓ આપી છે.

‘અમે મોટાભાઈ માન્યા પરંતુ તેમણે છેતર્યા'

‘અમે મોટાભાઈ માન્યા પરંતુ તેમણે છેતર્યા'

એનપીએફના પ્રદેશ અધ્યક્ષ અવાંગબૌ નઈમઈએ પોતાના આરોપોમાં કહ્યુ, ‘સરકાર બન્યા બાદથી ભાજપે ગઠબંધનની ભાવનાનું ક્યારેય સમ્માન નથી કર્યુ. આ દરમિયાન એવા ઘણા ઉદાહરણ સામે આવ્યા છે જ્યારે તેમના નેતાઓએ અમારી પાર્ટીના સભ્યોને ગઠબંધનના સાથી માનવાનો ઈનકાર કરી દીધો. ભારતીય જનતા પાર્ટી પોતાના ગઠબંધનના સહયોગીઓને કરેલા વચનો પર ખરી નથી ઉતરી. એનપીએફે હંમેશા ભાજપને પોતાના મોટાભાઈ માન્યા છે પરંતુ તેમછતા તેમણે અમને છેતરવાનું બંધ ન કર્યુ. ગઠબંધનમાં અમને યોગ્ય સમ્માન નથી મળ્યુ.' ઉલ્લેખનીય છે કે 60 વિધાનસભા સીટોવાળા મણિપુરમાં એનપીએફના ચાર ધારાસભ્ય છે જેમાંથી એક ધારાસભ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે.

લાગે છે કે તેમની ઘણી માંગો છેઃ ભાજપ

લાગે છે કે તેમની ઘણી માંગો છેઃ ભાજપ

અવાંગબૌ નઈમઈના દાવાઓને ખોટા ગણાવીને મણિપુર ભાજપના પ્રવકતા સીએચ બિજૉયે કહ્યુ, ‘એનપીએફે ગઠબંધનમાં શામેલ થવા સમયે એ કહ્યુ હતુ કે તેમને પોતાના કોઈ પણ ધારાસભ્ય માટે કોઈ મંત્રી પદ નથી જોઈતુ પરંતુ હવે લાગે છે કે તેમની ઘણી માંગો છે. એનપીએફે ભાજપ ઉપર જે પણ આરોપ લગાવ્યા છે તે બધા નિરાધાર છે અને તેમાં કોઈ દમ નથી. સરકારના સુચારુ કામકાજ માટે અમારી પાર્ટીએ ગઠબંધનના ભાગીદારોને બધી સંભવ સુવિધાઓ આપી છે.' તમને જણાવી દઈએ કે જો મણિપુરમાં એનપીએફ ભાજપ સરકારને સમર્થન પાછુ લે તો પણ સરકાર ઉપર કોઈ અસર નહિ થાય. કોંગ્રેસના 28 ધારાસભ્યોમાંથી 8 ધારાસભ્ય ગયા વર્ષે જ ભાજપમાં શામેલ થઈ ગયા હતા જેનાથી વિધાનસભામાં હવે ભાજપના સભ્યોની સંખ્યા 21થી વધીને 29 થઈ ગઈ. સરકાર સાથે ગઠબંધનમાં એનપીપીના ચાર ધારાસભ્યો ઉપરાંત લોજપાના એક, એઆઈટીસીના એક અને એક અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે.

English summary
Lok Sabha Elections 2019: Ally Party Got Angry With BJP Before Last Phase Of Voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X