For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેજરીવાલે કરી આ અપીલ

દિલ્હીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેજરીવાલે કરી આ અપીલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હની સાત લોકસભા સીટ માટે ચૂંટણઈ રણનો શંખનાદ થઈ ચૂક્યો છે. કોંગ્રેસની સાથે ગઠબંધનની વાત ન બની શક્યા બાદ આમ આદમી પાર્ટીએ હવે ભાજપ અને કોંગ્રેસ બંને માટે રણનીતિ બનાવવી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ગુરુવારે દિલ્હીનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું. ઘોષણા પત્રમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાનો મુદ્દો મુખ્યત્વે સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ઘેરવા 24 ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીની રણનીતિને લઈ હવે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના સમર્થકોને ટ્વીટ કરી એક ખાસ અપીલ કરી છે.

કેજરીવાલે ટ્વીટ કરી શું કહ્યું?

કેજરીવાલે ટ્વીટ કરી શું કહ્યું?

આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે ટ્વીટ કરી કહ્યું, હું બધા જ કાર્યકર્તાઓને નિવેદન કરું છું કે ચૂંટણી સુધી બધા લોકો રજા લઈ લે. હરિયાણા અને પંજાબ છોડીને દેશભરના તમામ કાર્યકર્તાઓ પણ દિલ્હી આવી જાય. દિલ્હીના લોકોની સાથે મળી દિલ્હીની સાતેય સીટ પર ભાજપને હરાવવાનું છે. જણાવી દઈએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈ કેટલીય વાર અહેવાલ આવ્યા. જો કે બંને દળો વચ્ચે ગઠબંધન ન થઈ શક્યું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હીની સાતેય લોકસભા સીટ પર પોતાના ઉમેદવારોના નામનું એલાન કરી દીધું. ગઠબંધન ન હોવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક બીજાને જવાબદાર ઠેરવ્યા છે.

કંઈપણ કરીશું, દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવીને રહીશું

જ્યારે અગાઉ લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ગુરુવારે દિલ્હી માટે ઘોષણા પત્ર જાહેર કર્યું. ઘોષણા પત્રમાં આમ આદમી પાર્ટીનું પૂરું ફોકસ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા પર જ છે. પાર્ટીનું ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યું તે દરમિયાન અરવિંદ કેજરીવાલે એલાન કર્યું, અમે કંઈપણ કરીશું પરંતુ, દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવીને જ રીશું. 2019ની ચૂંટણી ભારતના જનતંત્રને બચાવવાની ચૂંટણી છે, દેશના સંવિધાનને બચાવવાની ચૂંટણી છે. દિલ્હીના લોકોની સાથે સેકન્ડ ક્લાસ સિટીઝન અંતર્ગત વર્તાવ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી પૂર્ણ રાજ્ય બનશે તો અહીં 85 ટકા બાળકોને કોલેજોમાં એડમિશન મળી શકશે. દિલ્હી પૂર્ણરાજ્ય બનશે તો બધા કાચા કર્મચારીઓને પાકા કરી દેવામાં આવશે. દિલ્હી પૂર્ણ રાજ્ય બનશે તો એમસીડી સરકાર અંદર આવશે અને પછી દિલ્હી વધુ સાફ બનશે.

ગઠબંધનના નામે કોંગ્રેસે સમય બગાડ્યો

ગઠબંધનના નામે કોંગ્રેસે સમય બગાડ્યો

જ્યારે દિલ્હીમાં ગઠબંધન ન થવાના કારણે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જ જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે કોંગ્રેસે ગઠબંધનના નામે માત્ર સમય બરબાદ કરવાનું કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પૂર્વી દિલ્હી લોકસભા સીટથી આતિશી માર્લેના, ચાંદની ચોક લોકસભા સીટથી પંકજ ગુપ્તા, ઉત્તર પશ્ચિમ સીટથી ગુગન સિંહ, દક્ષિણ દિલ્હીથી દિલીપ પાંડ અને પશ્ચિમી દિલ્હીથી બલબીર સિંહ જાખડને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે મોકલી ત્રીજી નોટિસ, હવે આ મામલે થઈ કાર્યવાહીસાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચે મોકલી ત્રીજી નોટિસ, હવે આ મામલે થઈ કાર્યવાહી

English summary
Lok Sabha Elections 2019: Arvind Kejriwal's Special Appeal To His Supporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X