For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NaMo TV પર ચૂંટણી કમિશનના મહત્વના નિર્દેશ, ભાજપે કન્ટેન્ટને મંજૂરી માટે મોકલ્યુ

લોકસભા ચૂંટણી 2019 વચ્ચે નમો ટીવી માટે ચૂંટણી કમિશન તરફથી મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 વચ્ચે નમો ટીવી માટે ચૂંટણી કમિશન તરફથી મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે. પહેલા ચૂંટણી કમિશને નમો ટીવી પર બતાવનાર બધા રેકોર્ડેડ કન્ટેન્ટને સર્ટિફિકેટ વિના નહિ બતાવવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ દિલ્લીના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) એ કહ્યુ કે ચેનલ મંજૂરી વિના કોઈ પણ પ્રી-રેકોર્ડેડ કન્ટેન્ટ 'નમો ટીવી' પર પ્રસારિત નહિ કરે. તેમણે ભાજપને પત્ર લખીને નમો ટીવી પર બતાવનાર બધા પ્રી-રેકોર્ડેડ કન્ટેન્ટને પ્રમાણન માટે રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. વળી, એનડીટીવીના સૂત્રોના હવાલાથી બતાવ્યુ છે કે ભાજપે ચૂંટણી કમિશનના નિર્દેશ બાદ નમો ટીવી પર પ્રસારિત કરાનાર કન્ટેન્ટને પ્રમાણન માટે મોકલવામાં આવ્યુ છે.

નમો ટીવી માટે ચૂંટણી કમિશને આપ્યા મહત્વના નિર્દેશ

નમો ટીવી માટે ચૂંટણી કમિશને આપ્યા મહત્વના નિર્દેશ

એનડીટીવીના સૂત્રોના હવાલાથી બતાવ્યુ કે ભાજપે ચૂંટણી કમિશનના નિર્દેશને જવાબ આપતા સ્પષ્ટ કર્યુ, ‘માત્ર પૂર્વ પ્રમાણિત કન્ટેન્ટ જ પ્રસારિત કરવામાં આવશે. દિલ્લીના સીઈઓ મીડિયા પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિ બધા કન્ટેન્ટની તપાસ કરી રહ્યા છે.' આ પહેલા દિલ્લીના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી કમિશન તરફથી આપેલા નિર્દેશને લાગુ કરવા માટે કહ્યા બાદ ભાજપને પત્ર લખીને નમો ટીવી પર કોઈ પણ સામગ્રીને પ્રસારિત નહિ કરવા માટે કહ્યુ હતુ.

રેકોર્ડેડ કન્ટેન્ટને સર્ટિફિકેશન વિના નહિ બતાવવાના નિર્દેશ

રેકોર્ડેડ કન્ટેન્ટને સર્ટિફિકેશન વિના નહિ બતાવવાના નિર્દેશ

સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યુ કે સાવચેતી રૂપે નમો ટીવી પર પ્રસારિત સામગ્રીની દેખરેખ માટે બે અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી કમિશને ગુરુવારે કહ્યુ હતુ કે નમો ટીવી ભાજપ તરફથી પ્રાયોજિત કરવામાં આવ્યુ હતુ એટલા માટે આના પર બતાવવામાં આવેલા બધા રેકોર્ડ કરાયેલા કાર્યક્રમોને દિલ્લીના મીડિયા પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિ દ્વારા પૂર્વ પ્રમાણિત કરવા જોઈએ.

સૂત્રોનો દાવો - ભાજપે કન્ટેન્ટને પ્રમાણપત્ર માટે મોકલ્યુ

સૂત્રોનો દાવો - ભાજપે કન્ટેન્ટને પ્રમાણપત્ર માટે મોકલ્યુ

એક અધિકારીએ જણાવ્યુ કે સામાન્ય રીતે રાજકીય દળ પ્રી-સર્ટિફિકેશન માટે ઑડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ જમા કરે છે. એ જણાવ્યા વિના કે આને કયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આ સામગ્રી એક ચૂંટણી રેલી દરમિયાન કે પાર્ટીની અધિકૃત વેબસાઈટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ પ્રસારિત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે નમો ટીવી વિશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) એ ચૂંટણી કમિશન સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ચૂંટણી કમિશને સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને નમો ટીવી પર વિસ્તૃત જવાબ પણ માંગ્યો હતો.

આ પણ વાંચોઃ આ 7 ક્યુટ ચાઈલ્ડ સ્ટાર્સ હવે બની ગયા છે આટલા હૉટ, તમારી નજર નહિ હટેઆ પણ વાંચોઃ આ 7 ક્યુટ ચાઈલ્ડ સ્ટાર્સ હવે બની ગયા છે આટલા હૉટ, તમારી નજર નહિ હટે

English summary
Lok Sabha Elections 2019: BJP Submits NaMo TV Content For Clearance After Poll Body Order: Sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X