For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાન પહેલા ભાજપ અને ગઠબંધન સમર્થકોમાં મારપીટ

લોકસભા ચૂંટણી 2019 ના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા સુલ્તાનપુરમાં જોરદાર બબાલ થઇ. અહીં શનિવારે રાત્રે કેન્દ્રીય મંત્રી ભાજપા નેતા મેનકા ગાંધીના સમર્થકો અને ગઠબંધન ઉમેદવાર સામસામે આવી ગયા.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 ના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા સુલ્તાનપુરમાં જોરદાર બબાલ થઇ. અહીં શનિવારે રાત્રે કેન્દ્રીય મંત્રી ભાજપા નેતા મેનકા ગાંધીના સમર્થકો અને ગઠબંધન ઉમેદવાર સામસામે આવી ગયા. ગઠબંધન ઉમેદવાર ચંદ્રભદ્ર સિંહ ઉર્ફ સોનુ સિંહના સમર્થકોએ મેનકા ગાંધીના પ્રચારમાં લાગેલા અડધા ડઝન લોકોને ખુબ જ ખરાબ રીતે માર્યા.

Lok Sabha Elections 2019

મળતી જાણકારી અનુસાર સુલતાનપુર ઇસોલી વિધાનસભા ક્ષેત્રમાં ભાજપા અને ગઠબંધન બંને તરફથી મોડી રાત્રે વોટરોને પૈસા વહેંચવાની વાત સામે આવી. ગઠબંધન ઉમેદવાર ચંદ્રભદ્ર સિંહ ઉર્ફ સોનુ સિંહના સમર્થકો પકડમાં નહીં આવ્યા, પરંતુ ભાજપ સમર્થકો પૈસા વહેંચતા પકડાઈ ગયા. ગઠબંધન ઉમેદવારના સમર્થકોએ તેમને ખુબ માર્યા. હંગામો અને મારપીટની સૂચના મળતા જિલ્લા પંચાયત અધ્યક્ષ શિવ કુમાર સિંહ ત્યાં પહોંચી ગયા. ગઠબંધન ઉમેદવારના સમર્થકોએ તેમની સાથે પણ મારપીટ કરી અને તેમની ગાડીઓના કાચ તોડી નાખ્યા.

આ પણ વાંચો: યુપીના સોનભદ્રમાં પીએમ મોદીઃ દેશના દરેક ગરીબની જે જાતિ, એ જ મારી પણ જાતિ

જિલ્લા પંચાયત અધ્યક્ષ શિવ કુમાર સિંહ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા પરંતુ તેમની ગાડી બહુરાવા પાસે ઘરની બહાર સુઈ રહેલી એક મહિલાના પલંગ સાથે અથડાઈ, જેમાં મહિલાને થોડી ઇજા પણ પહોંચી છે. ત્યારપછી આ મામલો ગરમાઈ ગયો. ત્યારપછી ગઠબંધન ઉમેદવાર ચંદ્રભદ્ર સિંહના ભાઈ યશભદ્ર સિંહ મોનુ પણ જગ્યા પર પહોંચી ગયા. અંતે સીઓ બાલ્દીરાય રાયચંદ ચૌધરીએ જગ્યા પર પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં કરી. તેમને જણાવ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે. હજુ સુધી બંને પક્ષમાંથી કોઈએ પણ ફરિયાદ નોંધાવી નથી. જો ફરિયાદ મળશે તો કેસ નોંધવામાં આવશે.

આ પણ વાંચો: ટાઈમ મેગેઝીનના કવર પેજ માટે રિચા ચઢ્ઢાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ

English summary
Lok Sabha Elections 2019 clash between bjp and alliance candidates supporters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X