ટાઈમ મેગેઝીનના કવર પેજ માટે રિચા ચઢ્ઢાએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ
સોશિયલ પ્લેટફોર્મ પર સક્રિય રહેતી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટાઈમ મેગેઝીનના કવર ફોટો પર લખાયેલ ટાઈટલની ખૂબ પ્રશંસા કરી છે.
લોકસભા ચૂંટણી માટે 5 તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. બે તબક્કા હજુ થવાના બાકી છે ત્યારબાદ 23મેના રોજ પરિણામ આવશે જેના કારણે રાજકારણ ગરમાવુ સામાન્ય છે. આ ગરમી વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે. અમેરિકાના જાણીતા ટાઈમ મેગેઝીને પીએમ મોદી વિશે વિવાદિત કવર પેજ છાપ્યુ છે. મેગેઝીને પીએમ મોદીના ભારતના સમાજમાં ભાગલા પાડનાર (India's Divider in Chief) ગણાવ્યા છે. વળી, હે આ મામલે બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ કમેન્ટ કરી છે. સોશિયલ પ્લેટફોર્મ પર સક્રિય રહેતી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ આ કવર ફોટો પર લખાયેલ ટાઈટલની ખૂબ પ્રશંસા કરી છે.

જ્યારે તમે દેશની બહારની પ્રેસ અને મીડિયાને ખરીદવાની તાકાત નથી ધરાવતા
તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી અને ભારતીય મીડિયા પર કટાક્ષ કરતા લખ્યુ છે કે, ‘જ્યારે તમે દેશની બહારની પ્રેસ અને મીડિયાને ખરીદવાની તાકાત નથી રાખતા ત્યારે આવુ જ થાય છે.' રિચા ચઢ્ઢાના આ ટ્વીટને જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપે રીટ્વીટ કર્યુ છે.

મેગેઝીને નહેરુના સમાજવાદ અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થતિની તુલના કરી છે
ટાઈમ મેગેઝીનના એશિયા એડિશને લોકસભા ચૂંટણી 2019 અને છેલ્લા પાંચ વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારના કામકાજ પર લીડ સ્ટોરી કરી છે. પ્રધાનમંત્રીના કામકાજ પર સખત ટીકાત્મક ટિપ્પણી કરીને ટાઈમ મેગેઝીને નહેરુને સમાજવાદ અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થિતિની તુલના કરી છે. આ લેખમાં કહેવામાં આવ્યુ છે કે નરેન્દ્ર મોદીએ હિંદુ અને મુસલમાનો વચ્ચે ભાઈચારાની ભાવનાને વધારવા માટે કોઈ ઈચ્છા દર્શાવી નથી.

આતિશ તાસીરે લખ્યો છે આર્ટિકલ, તવલીન સિંહના પુત્ર છે એ
તમને જણાવી દઈએ કે આ આર્ટિકલને આતિશ તાસીરે લખ્યો છે કે જે ભારતીય પત્રકાર તવલીન સિંહ અને પાકિસ્તાની નેતા અને બિઝનેસમેન સલમાન તાસીરના પુત્ર છે. તેમનો જન્મ 1980માં બ્રિટનમાં થયો હતો. ઘણા લોકોએ આ આર્ટિકલને આમ પણ ધ્યાન આપવાનુ જરૂરી ન સમજ્યુ કારણકે તેને એક પાકિસ્તાની નેતાના પુત્રએ લખ્યો છે પરંતુ આ વાતના જવાબમાં લોકોએ એ પણ કહ્યુ કે આતિશની મા તવલીન સિંહ ભાજપની ઘોર સમર્થક છે. જો કે આતિશ પોતાના માતાપિતાની ઓળખથી અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેમનુ પહેલુ પુસ્તક સ્ટ્રેંજર ટુ હિસ્ટ્રીને 14થી વધુ ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યુ છે અને આને મુસ્લિમ સમાજને સમજવા માટે એક શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. આ ઉપરાંત તેમના ઉપન્યાસ ટેંપલ ગોઅર્સને 2010ના કોસ્ટા ફર્સ્ટ નૉવલ એવોર્ડ માટે શૉર્ટ લિસ્ટ કરવામાં આવ્યુ છે. તેમણે વર્ષ 2008માં મંટોની વાર્તાઓનું પણ ભાષાંતર કર્યુ હતુ. વર્ષ 2011માં પોતાના પિતાની હત્યા થવા પર તેમણે પાકિસ્તાનની સ્થિતિ પર પણ એક આર્ટિકલ લખ્યો હતો.












Click it and Unblock the Notifications
