For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના સોનભદ્રમાં પીએમ મોદીઃ દેશના દરેક ગરીબની જે જાતિ, એ જ મારી પણ જાતિ

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલી માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભારતમાં વાજપેયી સરકાર પહેલાની સરકારમાં નિર્ણયો લેવાની હિંમત નહોતી.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં રેલી માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં કહ્યુ કે, '21 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે ન્યૂક્લીયર ટેસ્ટ-ઓપરેશન શક્તિને અંજામ આપ્યો હતો. હું ભારતને ખ્યાતિ અપાવનાર વૈજ્ઞાનિકોને સલામ કરુ છુ. 1998ની આ ઐતિહાસિક ઘટના સાબિત કરે છે કે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ દેશની સુરક્ષા માટે શું કરી શકે છે.'

pm modi

તેમણે કહ્યુ કે ભારતમાં વાજપેયી સરકાર પહેલાની સરકારમાં નિર્ણયો લેવાની હિંમત નહોતી. આ તમે ત્યારે જ કરી શકો જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા તમારી પ્રાથમિકતા હોય. ત્યારે જ તમારી અંદર ન્યૂક્લીયર ટેસ્ટ જેવા નિર્ણય લેવાની હિંમત હોય છે. મોદીએ કહ્યુ કે આ લોકોએ હવે પૂછવાનુ શરૂ કરી દીધુ છે કે મોદીની જાતિ શું... મારી જાતિ એ છે જે દેશના દરેક ગરીબની જાતિ છે. જે પણ પોતાને ગરીબ સમજે છે તેમની જાતિનો હું છુ.

રૉબર્ટસગંજ નગરથી માત્ર ચાર કિમી દૂર સજૌર ગામ સ્થિત વિંધ્ય સોન ઈન્ટર કોલેજની બાજુમાં જનસભામાં પ્રધાનમંત્રી ભાજપ-અપના દળ (એસ)ના સંયુક્ત ઉમેદવારી માટે વાતાવરણ બનાવવા પહોંચ્યા હતા. અહીં તેમના ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ પીએમ મોદી પર સિદ્ધુના પ્રહારો થયા તેજ, 5 'નવી ગાળો'થી સાધ્યુ નિશાનઆ પણ વાંચોઃ પીએમ મોદી પર સિદ્ધુના પ્રહારો થયા તેજ, 5 'નવી ગાળો'થી સાધ્યુ નિશાન

English summary
pm modi in sonbhadra says- i belong to caste of poors
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X