For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: બાલાકોટ પર મોદીએ મમતાને ઘેર્યાં, કહ્યું- આતંકી મરતાં દીદીને થયું દર્દ

Live: બાલાકોટ પર મોદીએ મમતા બેનરજીને ઘેર્યાં

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ની લડાઈ હવે તેજ થતી જઈ રહી છે. પહેલા તબક્કાના મતદાન વચ્ચે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, એવમાં ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં રેલી કરશે. બંગાળમાં પીએમ મોદી આજે બે રેલી કરશે, જેમાં કોલકાતાની રેલી પણ સામેલ છે. કેરળની વાયનાડ સીટથી એનડીએ ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લી આજે પોતાનું નામાંકન દાખલ કરશે.

pm modi

Newest First Oldest First
3:20 PM, 3 Apr

ભાજપના અધ્યક્ષ અમિત શાહે AFSPAના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાશ્મીરથી AFSPA હટાવવા માંગે છે, પરંતુ રાહુલ બાબાની પાર્ટીની ઓકાત નથી કે કાશ્મિરથી તેઓ AFSPAને હટાવી દે...
3:18 PM, 3 Apr

નાણામંત્રી અરુણ જેટલી સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
3:18 PM, 3 Apr

પીએમ મોદીની સિલગુડીની રેલીમાં પૂર્વ આઈપીએસ ભારતી ઘોષ પણ સામેલ થયાં. તેઓ ઘાટલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે.
3:17 PM, 3 Apr

તેમણે કહ્યું કે મોદીએ આવું કેમ કર્યું? મોદી સબૂત આપે. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો ટીએમસીના પે-રોલ પર અહીં ગુંડાગર્દી કરી રહ્યા છે તેમને હું ચેતવણી આપવા માંગું છું કે તેઓ આ બધું છોડી દે, નહિંતર ભાજપની સરકાર આવતા જ તેમને ઠીક કરી દેવામાં આવશે.
3:16 PM, 3 Apr

પીએમ મોદીએ કહ્યું કે બાલાકોટમાં બદલો લઈ જ્યારે આપણા જવાન પાછા આવ્યા ત્યારે રડવાનું કોને હતું અને રડી કોઈક બીજા રહ્યા હતા. દર્દ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવું જોઈતું હતું પરંતુ દર્દ અહીં કોલકાતામાં બેઠેલી દીદીને થઈ રહ્યું હતું.
3:14 PM, 3 Apr

સિલિગુડીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે ભારે અડચણ બાદ પણ તમારો આ ચોકીદાર પશ્ચિમ બંગાળના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યો છે. તમને આ ચાવાળો, તમારા ચાના બગીચામાં કામ કરનારાઓ પ્રત્યે પણ સંપૂર્ણપણે સમર્પિત છે.
3:13 PM, 3 Apr

પીએમ મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ચિટફંડ કૌભાંડ થયું. ગરીબ ભાઈઓ અને બહેનોના પૈસા લઈ દીદીના મંત્રી, દીદીના ધારાસભ્યો, દીદીના સાથીઓ ભગી ગયા, તેમણે ગરીબોને લૂટી લીધા.
3:13 PM, 3 Apr

ગરીબોની ચિંતા સમજતા કેન્દ્રની એનડીએ સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી. ગરીબને કહ્યું કે બીમારીની સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીનો મફતમાં ઈલાજ થશે, તમારે એકપણ રૂપિયો હોસ્પિટલમાં ખર્ચ નહિ કરવો પડે.
3:12 PM, 3 Apr

વધુમાં મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત પરિવારોના વિકાસ પર પણ બ્રેક લગાવી દીધી છે, દીદી તો દીદી છે. દેશના તમામ રાજ્યોમાં પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક અકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
3:11 PM, 3 Apr

પશ્ચિમ બંગાળની સિલિગુડીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ મમતા બેનરજી પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે દીદી બંગાળમાં વિકાસનું બ્રેકર છે, પીએમ કિસાન યોજના પર તેમણે બ્રેક લગાવી દીધી.
3:10 PM, 3 Apr

ચૂંટણી ઢંઢેરાની વાત દેશભરમાં પહોંચાડવાના મિશન અંતર્ગત કોંગ્રેસના નેતા દેશભરમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
12:09 PM, 3 Apr

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ 2004થી તમામને વીજળી આપવાનો વાયદો કરી રહી છે, તેમણે 2004, 2009ના ઘોષણા પત્રમાં આનો વાયદો કર્યો હતો. પરંતુ જ્યારે અમારી સરકાર બની તો 18000થી વધુ ગામમાં વીજળી નહોતી જ્યાં અમે વીજળી પહોંચાડી.
12:08 PM, 3 Apr

પીએમ મોદીએ કહ્યું કે એક બાજુ ઈરાદા વાળી સરકાર છે, તો બીજી બાજુ કોંગ્રેસનું ઢકોસલાપત્ર છે જે જૂઠા વાયદાઓથી ભરેલું છે. પછી ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, ચોકીદાર કહે છે કે જાગતા રહો, માટે આ વાયદાઓથી બચીને રહો.
12:07 PM, 3 Apr

પીએમ મોદીએ કહ્યું કે અમે ગેસ આપવાનો વાયદો નહોતો કર્યો છતાં લોકોને 7 કરોડથી વધુ ઉજ્જવલા ગેસ સિલિન્ડર આપ્યા, સ્વાસ્થ્યના નામ પર મોટી વાતો નહોતો કરી છતાં અમે આયુષ્મા યોજના લાગૂ કરી અને ગરીબોનો મફતમાં ઈલાજ કરાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જે કામ અમે હાથમાં લીધાં તેને પૂરાં કરીને જ ઝંપ્યો છું.
11:55 AM, 3 Apr

બિહારના સીતામઢીથી લોકસભા ઉમેદવાર બનાવવામાં આવેલ જેડીયૂના વરુણ કુમાર ચૂંટણી નહિ લડે. પોતાની ટિકિટ પરત કરવા માટે વરુણ કુમાર જઈ રહ્યા છે પટના. સૂત્રો મુજબ વરુણ કુમારને ટિકિટ આપી હોય જેડીયૂમાં વિરોધ થઈ રહ્યો છે, માટે તેઓ પોતાની ટિકિટ પાર્ટીને પરત કરવા જઈ રહ્યા છે.
11:49 AM, 3 Apr

પીએમ મોદીએ કહ્યું- કોંગ્રેસે દેશમાં અલગાવવાદને વધારો આપવા માટે પણ યોજના બનાવી છે, જે તિરંગો સળગાવે છે અને જય હિંદને બદલે ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવે છે તેમના માટે પણ કોંગ્રેસને સહાનુભૂતિ છે. કોંગ્રેસ દેશદ્રોહનો કાનૂન ખતમ કરવા માંગે છે.
10:52 AM, 3 Apr

લોકસભા ચૂંટણી 2019ની લડાઈ દિલચસ્પ થતી જઈ રહી છે. ચૂંટણીને નિષ્પક્ષ કરાવવા માટે ચૂંટણી પંચે પણ આ વખતે સખ્ત વલણ અપનાવી રહ્યું છે. પહેલા ભાજપના કેટલાય કેમ્પેન પર સખ્તી દાખવ્ય બાદ હવે ચૂંટણી પંચે કોંગ્રેસના કેમ્પેઈન પર પણ કડક વલણ અપનાવ્યું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસની 9માંથી 6 જાહેરાત પર વાંધો જતાવ્યો છે, જેમાં રાફેલ સાથે જોડાયેલ એક જાહેરાત પણ છે.
10:51 AM, 3 Apr

ગુજરાતી સાંસદોના અપરાધિક રેકોર્ડ
10:51 AM, 3 Apr

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઈ ભાજપના નેતાઓ તરફથી સતત વિવાદિત નિવેદન આપવામાં આવી રહ્યું છે. અગાઉ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ પણ કોંગ્રેસ મહાસચિવને લઈ નિવેદન આપ્યું હતું.
10:51 AM, 3 Apr

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પૂર્વોત્તરના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ નાગાલેન્ડ, આસામમાં કુલ ત્રણ રેલીઓને સંબોધિત કરશે. જ્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય બહરાઈચ, હરદોઈમાં જનસભાને સંબોધિત કરશે.
10:51 AM, 3 Apr

ગુજરાતના સાંસદોની સંપત્તિ કેટલી? અહીં જાણો
10:50 AM, 3 Apr

રાહુલ ગાંધી ગુરુવારે બે વાગ્યે પોતાનું નામાંકન દાખલ કરી શકે છે, એવામાં ત્યાં પણ ચૂંટણી જંગ દિલચસ્પ રહેશે. રાહુલ ગાંધીના નામાંકનમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થઈ શકે છે.
10:50 AM, 3 Apr

કેરળની વાયનાડ સીટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ તાલ ઠોંકનાર એનડીએ ઉમેદવાર તુષાર વેલ્લાપલ્લી આજે પોતાનું નામાંકન દાખલ કરશે.
10:50 AM, 3 Apr

આ વખતે ભાજપની નજર બંગાળની 42 લોકસભા સીટ પર છે. ભાજપનો લક્ષ્ય ત્યાં 20થી વધુ લોકસભા સીટ જીતવાનો છે.
10:49 AM, 3 Apr

ગુજરાતના સાંસદોનું એજ્યુકેશન કેટલું? અહીં જાણો
10:49 AM, 3 Apr

કોલકાતાની રેલી એજ ઐતિહાસિક મેદાનમાં થશે, જ્યાં થોડા દિવસો પહેલા વિપક્ષની મહારેલી થઈ હતી.
10:49 AM, 3 Apr

પીએમ મોદી આજે મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળ જશે. અહીં પીએમ મોદી બે રેલી કરશે, પહેલી રેલી સિલિગુઢી અને બીજી રેલી કોલકાતામાં થશે.
10:48 AM, 3 Apr

પશ્ચિમ બંગાળમાં આજે પીએમ મોદી બે રેલી કરશે, જેમાં કોલકાતાની રેલી પણ સામેલ છે. કેરળની વાયનાડ સીટથી એનડીએ ઉમેદવાર તુષા વેલ્લાપલ્લી આજે પોતાનું નામાંકન દાખલ કરશે.

English summary
lok sabha elections 2019 Live: modi will address two public rally in west bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X