For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુના થેનીમાં પીએમ મોદીઃ આ મહામિલાવટી મને હટાવવા માટે સાથે આવ્યા

તમિલનાડુના થેનીમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આજે ભારત દુનિયામાં ઝડપથી પોતાની જગ્યા બનાવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના થેનીમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આજે ભારત દુનિયામાં ઝડપથી પોતાની જગ્યા બનાવી રહ્યુ છે. દુનિયાના નક્શા પર ભારતનું મહત્વ વધી રહ્યુ છે પરંતુ કોંગ્રેસ, ડીએમકે અને તેમના મહામિલાવટી દોસ્ત આને સ્વીકારી નથી શકતા એટલા માટે મારાથી નારાજ છે. મોદીએ થેનીમાં એઆઈએડીએમકે સાથે ચૂંટણી સભાને સંબોધિત કરતા આ વાત કહી. એઆઈએડીએમકે નેતા, તમિલનાડુના સીએમના પલાનીસ્વામી પણ આ દરમિયાન મંચ પર હાજર રહ્યા.

ડીએમકે અને કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહ્યા

ડીએમકે અને કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહ્યા

નરેન્દ્ર મોદીએ અહીં કહ્યુ, અમુક દિવસ પહેલા ડીએમકે નેતા સ્ટાલિને ‘નામદાર' ને પીએમ ઉમેદવાર રૂપે રજૂ કર્યા, જ્યારે કોઈ પણ આને સ્વીકારવા માટે તૈયાર નહોતુ, એટલે સુધી કે તેમના મહામિલાવટી દોસ્ત પણ તેમને સ્વીકાર નથી કરી રહ્યા. ડીએમકે અને કોંગ્રેસ સાથે આવ્યા છે તો માત્ર મોદીને હટાવવા માટે સાથે આવ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક મોદીએ કહ્યુ કે જેમને 1979 યાદ હશે તેમને ખબર હશે કોંગ્રેસે ડીએમકેનું અપમાન કર્યુ, 2જી ગોટાળા બાદ પણ ડીએમકે કોંગ્રેસ પર હુમલાખોર હતી. પોતાની જૂન કડવાશને ભૂલીને આજે ડીએમકે અને કોંગ્રેસ લોકોને ગુમરાહ કરવા માટે સાથે આવી ગયા છે. બધા ભ્રષ્ટ, મોદીને હટાવવા માટે સાથે આવ્યા છે.

કોંગ્રેસે પોતે માની લીધુ, તેણે અન્યાય કર્યો

કોંગ્રેસે પોતે માની લીધુ, તેણે અન્યાય કર્યો

નરેન્દ્ર મોદીએ અહીં કહ્યુ કે કોંગ્રેસ અને બેઈમાનીમાં ગાઢ દોસ્તી છે. બંનેએ હાથ મિલાવી રાખ્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક તે સાચુ બોલી જ દે છે. તે કહી રહ્યા છે કે હવે ન્યાય થશે. તેમણે આમ કહીને એ સ્વીકારી લીધુ છે કે 69 વર્ષ સુધી તેમણે અન્યાય જ કર્યો છે. હું કોંગ્રેસને પૂછુ છુ કે 1984ના હુલ્લડ પીડિતો સાથે કોણ ન્યાય કરશે? એમજીઆરની સરકાર સાથે કોણ ન્યાય કરશે? કોંગ્રેસે તેમને હટાવી દીધા હતા કારણકે એક પરિવાર તેમના જેવા નેતાઓને નથી ઈચ્છતા. ભોપાલ ગેસ દૂર્ઘટના કોંગ્રેસ સરકાર દરમિયાન થઈ. તેમના પીડિતો સાથે કોણ ન્યાય કરશે?

દક્ષિણમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે મોદી

દક્ષિણમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે મોદી

નરેન્દ્ર મોદી શનિવારે દક્ષિણ ભારતમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમની તમિલનાડુમાં બે રેલીઓ છે. થેની ઉપરાંત રામનાથપુરમમાં પણ મોદીની રેલી છે. તમિલનાડુ બાદ તે કર્ણાટકમાં પણ બે ચૂંટણી સભા કરશે. ભારતીય જનતા પાર્ટી તમિલનાડુ અને પુડુચેરીમાં એઆઈએડીએમકેના નેતૃત્વવાળા ગઠબંધનનો હિસ્સો છે. ભાજપ તમિલનાડુ અને પુડુચેરીમાં પાંચ સીટો પર લડી રહી છે.

આ પણ વાંચોઃ NaMo TV પર ચૂંટણી કમિશનના મહત્વના નિર્દેશ, ભાજપે કન્ટેન્ટને મંજૂરી માટે મોકલ્યુઆ પણ વાંચોઃ NaMo TV પર ચૂંટણી કમિશનના મહત્વના નિર્દેશ, ભાજપે કન્ટેન્ટને મંજૂરી માટે મોકલ્યુ

English summary
lok sabha elections 2019 Narendra Modi rally Theni Tamil Nadu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X