For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની શુભકામનાઓનો મોદીએ આપ્યો આ જવાબ

પીએમ મોદીના આ પ્રચંડ જીતબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમને જીતના અભિનંદન પાઠવ્યા. રાહુલ ગાંધીના આ ટ્વીટ પર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

2019ની લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યુ છે અને ભારતીય જનતા પાર્ટીએ મોદી લહેર પર સવાર થઈને ચોંકાવનારુ પ્રદર્શન કરીને પાર્ટી અને દેશના ઈતિહાસમાંએક નવી ઈબારત લખી છે. એકલાના દમ પર બહુમતનો આંકડો મેળવનાર ભાજપે દેશમા ફરીથી એક વાર મોદી સરકાર તરફ પગરણ માંડી દીધા છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએને 300થી પણ વધુ સીટો મળી છે અને 17 રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ખોલાવી શકી નથી. કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા. પીએમ મોદીના આ પ્રચંડ જીતબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમને જીતના અભિનંદન પાઠવ્યા. રાહુલ ગાંધીના આ ટ્વીટ પર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે.

આ પણ વાંચોઃ Election Results 2019: દેશના મોટા અખબારોએ મોદીની જીતને કઈ રીતે કવર કરીઆ પણ વાંચોઃ Election Results 2019: દેશના મોટા અખબારોએ મોદીની જીતને કઈ રીતે કવર કરી

પીએમ મોદીએ આપ્યો આ જવાબ

પીએમ મોદીએ આપ્યો આ જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની શુભકામનાઓવાળા ટ્વીટ પર જવાબ આપીને પીએમ મોદીએ લખ્યુ, ‘તમારી શુભકામનાઓ માટે આભાર રાહુલ ગાંધી.' તમને જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યુ, ‘હું દેશની જનતાના નિર્ણયનો સ્વીકાર કરુ છુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એનડીએ અને જીતનાર સાંસદોને અભિનંદન.' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પોતે પણ યુપીની અમેઠી લોકસભા સીટથી ચૂંટણી હારી ગયા છે. અમેઠી લોકસભા સીટ કોંગ્રેસ પરિવારનો ગઢ માનવામાં આવે છે. અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પરાસ્ત કરીને 54732 મતોથી જીત મેળવી છે. સ્મૃતિ ઈરાનીને 467598 મત અને રાહુલ ગાંધીને 412867 મત મળ્યા છે.

9 પૂર્વ મુખ્યમંત્રી હાર્યા ચૂંટણી

જો કે રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી રેકોર્ડ મતોથી ચૂંટણી જીત્યા છે. વાયનાડમાં રાહુલ ગાંધીને 431063 મતોથી જીત મળી છે. આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના 17 રાજ્યોમાં ખાતા પણ ખુલ્યા નથી. વળી, કોંગ્રેસ પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ સહિત 9 પૂર્વ મુખ્યમંત્રી પણ ચૂંટણી હારી ગયા છે. મધ્ય પ્રદેશમાં દિગ્વિજનય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા, દિલ્લીમાં શીલા દીક્ષિત, ઉત્તરાખંડમાં હરીશ રાવત, હરિયાણામાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, મહારાષ્ટ્રમાં અશોક ચવ્વાણ સહિત કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ કોંગ્રેસના મોટા નેતૃત્વ વિશે પણ સવાલ ઉઠવા લાગ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આગામી થોડા દિવસોમાં પાર્ટીમાં અમુક મોટા ફેરફાર જોવા મળી શકે છે.

રાજ બબ્બરે મોકલ્યુ રાજીનામુ

રાજ બબ્બરે મોકલ્યુ રાજીનામુ

આ પહેલા ગુરુવારે સાંજે સમાચાર આવ્યા કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. જો કે બાદમાં કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આ સમાચારનું ખંડન કરીને કહ્યુ કે રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી નથી. આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે. વળી, રાહુલે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ કે લોકતંત્રમાં જનતા જ માલિક છે. તેમણે કહ્યુ કે તે પોતાની હાર સ્વીકારે છે અને કોંગ્રેસની વિચારધારાની લડાઈ લડતા રહેશે. વળી, યુપીમાં મળેલી હારની જવાબદારી લેતા પ્રદેશ અધ્યક્ષે રાજ બબ્બરે રાજીનામાની રજૂઆત કરી છે. તેમણે પોતાનુ રાજીનામુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલ્યુ છે.

English summary
Lok Sabha Elections 2019: Narendra Modi Replies On Rahul Gandhi's Wishes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X