જેલ જઈ ચૂકેલા સ્વામી ઓમ આ સીટથી લોકસભા ચૂંટણી લડશે
પોતાને તાંત્રિક, જ્યોતિષ અને બીજી ઘણી ઉપમા આપનાર બિગ બોસ 10 કન્ટેસ્ટન્ટ અને પોતાની અજીબ હરકતોથી વિવાદમાં રહેનાર સ્વામી ઓમ હવે લોકસભા ચૂંટણીમાં ઉતરવાની ઘોષણા કરી ચુક્યા છે.
પોતાને તાંત્રિક, જ્યોતિષ અને બીજી ઘણી ઉપમા આપનાર બિગ બોસ 10 કન્ટેસ્ટન્ટ અને પોતાની અજીબ હરકતોથી વિવાદમાં રહેનાર સ્વામી ઓમ હવે લોકસભા ચૂંટણીમાં ઉતરવાની ઘોષણા કરી ચુક્યા છે. સ્વામી ઓમે રવિવારે એલાન કર્યું હતું કે તેઓ નવી દિલ્હી સીટથી ચૂંટણી લડશે. સ્વામી ઓમે પોતાના એક નિવેદનમાં કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના "હિન્દૂ-વિરોધી" વલણ સામે લડશે, જેમને થોડા દિવસ પહેલા ટવિટ કર્યું હતું જેમાં તેમની પાર્ટીનું ચૂંટણી ચિન્હ "ઝાડુ" ને હિન્દૂ ધર્મ પ્રતીક સ્વસ્તિકની પાછળ દોડતું બતાવવામાં આવ્યું હતું. સ્વામી ઓમે કહ્યું કે ઘણા હિન્દૂ સંગઠનોએ શનિવારે બેઠક કરીને તેમનું નામ નક્કી કર્યું છે.
આ પણ વાંચો: કેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યા લોકો, 'હદ કરી દીધી તમે'

સલમાન ખાન સાથે લડી ચુક્યા છે સ્વામી ઓમ
આપને જણાવી દઈએ કે સ્વામી ઓમ બિગ બોસ 10 નો હિસ્સો રહી ચુક્યા છે. બિગ બોસ 10 સીઝનમાં સ્વામી ઓમે એટલો બધી હંગામો કર્યો હતો કે તેમની સાથે રહેવું પણ મુશ્કિલ બની ગયું હતું. સ્વામી ઓમે બિગ બોસ સીઝનમાં કન્ટેસ્ટન્ટ પર પેશાબ પણ ફેંક્યો હતો.

સેમી ન્યૂડ મોડલ સાથે તેમની ફોટો અને વીડિયો વાયરલ થયા હતા
બિગ બોસ 10 માંથી બહાર નીકળ્યા પછી ફરી એકવાર સ્વામી ઓમ વિવાદોમાં આવ્યા હતા, જયારે એક સેમી ન્યૂડ મોડલ સાથે તેમની ફોટો અને વીડિયો વાયરલ થયા હતા. તેના વિશે સ્વામી ઓમે જણાવ્યું હતું કે તેઓ એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે, તેના માટે આ પ્રકારનું શૂટ કરવાનું હતું. સ્વામી ઓમને ઘણી વાર પબ્લિકમાં લોકોએ માર પણ માર્યો છે.

સ્વામી ઓમ પર સાઇકલ ચોરી કરવાનો આરોપ
વર્ષ 2017 દરમિયાન પોલીસે સ્વામી ઓમની સાઇકલ ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેમના ભાઈએ તેના પર 9 વર્ષ પહેલા તેની દુકાનથી સાઇકલ અને કેટલાક દસ્તાવેજો ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ અનુસાર વર્ષ 2016 દરમિયાન સાકેતની એક અદાલતે વિવેકાનંદ ઝા ઉર્ફ સ્વામી ઓમને આ મામલે ભગોડો પણ જાહેર કર્યો હતો.












Click it and Unblock the Notifications
