ભાજપમાં સામેલ થયાં પૂર્વ સાંસદ જયા પ્રદા, રામપુરથી આઝમ ખાન વિરુદ્ધ લડી શકે ચૂંટણી
ભાજપમાં સામેલ થયાં પૂર્વ સાંસદ જયા પ્રદા, રામપુરથી લડશે
નવી દિલ્હીઃ પૂર્વ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીથી પૂર્વ સાંસદ રહેલ જયા પ્રદાએ ભાજપનો હાથ થામી લીધો છે. દિલ્હીમાં ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે તેમને ભાજપની સભ્યતા ગ્રહણ કરાવી. ભાજપમાં સામેલ થયા બાદ જયા પ્રદાએ કહ્યું કે આ મારા જીવનની અતિ મહત્વની ક્ષણ છે. સિનેમા હોય કે પછી ભલેને રાજનીતિ હોય, મેં તેને પૂરા દિલથી અપનાવ્યાં છે. કળા હોય કે પછી રાજનીતિ કેમ ન હોય મેં તેને પૂરા મનથી સંભાળ્યાં છે. ભારતીય જનતા પાર્ટીની સભ્યતા મળ્યા બાદ તેમણે ધન્યવાદ આપ્યો. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીમાં આવવાનો મોકો મળ્યો છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીના પેટ ભરીને વખાણ કર્યાં.

ભાજપ હવે જયા પ્રદાને આઝમ ખાન વિરુદ્ધ રામપૂરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. લોકસભા ચૂંટણી 2019નો શંખનાદ શરૂ થતા જ તમામ દળ પોતાના ઉમેદવારોની યાદી ફાઈનલ કરવામાં લાગી ગયા છે. ભાજપ હવે જયા પ્રદાને ચૂંટણી મેદાનમાં ઉતારવાના મૂડમાં છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ જયા પ્રદાને રામપુર લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
રામપુર સીટ પર ચૂંટણી વખતે ભારે દિલચસ્પ માનવામાં આવી રહી છે. ભાજેપ 2014માં નેપાલ સિંહને રામપુરથી લોકસભા ટિકિટ આપી હતી. નેપાલ સિંહે ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના કદવર નેતા આઝમ ખાંનાના હરીફ નસીર ખાંને નજીવા મુકાબલે હરાવ્યા હતા. બસપા સાથે ગઠબંધન કરી સમાજવાદી પાર્ટીએ પણ હવે રામપુરથી આઝમ ખાંને મેદાનમાં ઉતારી દીધા છે. આઝમ ખાં પહેલીવાર લોકસભા ચૂંટણી લડવા હવે મેદાનમાં ઉતર્યા છે.
આ પણ વાંચો- કોણ છે 28 વર્ષના તેજસ્વી સૂર્યા જે બન્યા છે ભાજપના સૌથી યુવા ઉમેદવાર, જાણો












Click it and Unblock the Notifications
