જાણો : લોકસભા પોલ 2014 : પ્રથમ તબક્કાની બેઠકો (7 એપ્રિલ)

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના પ્રથમ તબક્કાનું મતદાન 7 એપ્રિલે યોજાવાનું છે. પ્રથમ તબક્કામાં કયા કયા મતવિસ્તારો છે તેની વિગતો અહીં આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2014 કુલ નવ તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કા અંતર્ગત આસામની પાંચ બેછકો અને ત્રિપુરાની એક બેઠક પર મતદાન યોજાશે. આ છ બેઠકો અંગેની વિગતો આ મુજબ છે...

election-2014

રાજ્ય : આસામ

બેઠકો

તેજપુર (જનરલ) : વર્ષ 2009માં આસામ ગણ પરિષદ(એજીપી)ના જોસેફ ટોપોએ કોંગ્રેસના મોની કુમાર સુબ્બાને 30,153 મતોથી હરાવ્યા હતા. વોટ શેરિંગની દ્રષ્ટિએ બંને પાર્ટીઓ વચ્ચેનો તફાવત 3.6 ટકા રહ્યો હતો.

કાલિયાબોર (જનરલ) : વર્ષ 2009માં કોંગ્રેસના દીપ ગોગોઇએ એજીપીના ગુણિન હઝારિકાને 1,51,989 મતોથી હરાવ્યા હતા. વોટશેર વત્તેનો તફાવત 15.8 ટકા રહ્યો હતો.

જોરહાટ (જનરલ) : વર્ષ 2009માં કોંગ્રેસના બિજોય સિંહ હાંડિકે ભાજપના કામખ્યા તાસાને 71, 914 મતોથી હરાવ્યા હતા. વોટ શેરનો તફાવત 9.4 ટકા હતો.

દિબ્રુગઢ (જનરલ) : વર્ષ 2009માં કોંગ્રેસના પબન સિંહ ઘાટોવારએ એજીપીના સર્બનંદા સોનોવાલને 33,143 મતોથી હરાવ્યા હતા. તેમનો વોટ શેર તફાવત 4.7 ટકા હતો.

લખમીપુર (જનરલ) : વર્ષ 2009માં કોંગ્રેસના રીની નારાહે એજીપીના ડૉ અરૂણ શક્માને 44,572 મતોથી હરાવ્યા હતા. તેમના વોટ શેરનો તફાવત 4.9 ટકા હતો.

રાજ્ય : ત્રિપુરા

બેઠક

ત્રિપુરા (પશ્ચિમ) (જનરલ) : વર્ષ 2009માં સીપીઆઇ (એમ)ના ખગન દાસે કોંગ્રેસના સુદીપ રોય બર્મનને 2,48,549 મતોથી હરાવ્યા હતા. તેમના વોટ શેરનો તફાવત 26 ટકા હતો.

English summary
Here are the details of the constituencies that will go to the Lok Sabha election on April 7 (Monday), when the first of the nine-phase election will be held.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X