For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢમાં લોકપાલ બનાવીશું: રમણ સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બિલાસપુર, 13 જાન્યુઆરી: છત્તીસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહે કહ્યું હતું કે પ્રદેશમાં લોકાયુક્ત કામ કરી રહ્યો છે. લોકપાલની દિશામાં પણ પગલાં ભરવામાં આવશે. સરકારી ખર્ચામાં કાપ મુકવામાં આવશે. આમ આદમી પાર્ટી (આપ) કોઇ આદર્શ નથી. તેમને કહ્યું હતું કે આ પાર્ટીનો છત્તીસગઢમાં હજુ સુધી યોગ્ય રીતે જન્મ થયો નથી. તેમના કાર્યકર્તા જરૂર જોવા મળી રહ્યાં છે. ભાજપે છત્તીસગઢમાં 10 વર્ષ કામ કર્યું છે. તેના જોર પર જનતાનો વિશ્વાસ જીત્યો છે.

બિલાસપુરના સર્કિટ હાઉસમાં શનિવારે પત્રકારો સાથે ચર્ચા કરતાં મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહે 'આપ'ને લઇને કેટલાક પ્રશ્નો કર્યા હતા. ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાને લઇને આપનું અનુરકરણ કરવા અંગે તેમને સ્પષ્ટતા કરી કે આ પાર્ટી કોઇ આદર્શ નથી, અત્યારે શરૂઆતી સમયમાં છે. જો કે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યા બાદ તે સત્તામાં પહોંચી છે.

raman-singh

રમણ સિંહે પોતાના ત્રીજા કાર્યકાળમાં વધુ સારું કામ કરવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે શાસનની કલ્યાણકારી યોજનાઓનો યોગ્ય લાભ 'આમ આદમી' સુધી પહોંચાડવામાં આવશે. બજેટમાં ગત વર્ષે શિક્ષણ માટે 8 હજાર કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. સંજીવની 108, 102 તથા 104 જેવી સુવિધાઓ આખા દેશ માટે મોડલ બની ગઇ છે.

English summary
Lokpal will be created soon in Chhattisgarh: Raman Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X