આજે હું મારા માટે વોટ માંગવા આવ્યો છું : દમણમાં નરેન્દ્ર મોદી

Google Oneindia Gujarati News

દમણ, 26 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના છ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હવે સાતમા તબક્કામાં 30 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સભાઓ ગજવવાનું અને ભાજપનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત તેમણે દીવ અને દમણમાં પ્રચાર કર્યો હતો. આજે દમણમાં તેમણે એક જાહેર ચૂંટણી સભા સંબોધી હતી. સભામાં વિલંબથી પહોંચવા બદલ મોદીએ સૌપ્રથમ સૌની માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે આ તાપ તમે જે સહન કરી રહ્યા છો તો વિશ્વાસ આપું છું કે આ તપ ક્યારેય નિષ્ફળ નહીં જાય.

ભૂતકાળમાં હું તમારી પાસે આવતો હતો તે ભાજપને જીતાડો એવું કહેતો હતો. આપે ખોબે ખોબલા વોટ આપીને હંમેશા મારા શબ્દોનો આદર કરીને ભાજપને જીતાડ્યો છે. પહેલા હું બીજા માટે વોટ માંગવા આવતો હતો. આજે હું મારા માટે વોટ માંગવા આવ્યો છું.

narendra-modi-secular-image

મને 14 વર્ષથી ગુજરાતની સેવા કરવાની તક મળી, પણ દીવ દમણ અને દાદરાનગર હવેલીની સેવા કરવા નથી મળી. તમારી સેવા કરવી હોય તો મારે દિલ્હીથી કરવી પડે. તમારી સરકાર ગુજરાત સરકાર નથી, દિલ્હી સરકાર છે. આપે મને સેવા કરવાની તક આપવી છે?

કેન્દ્ર શાસિત પ્રદેશોને તો હાથમાં લાડુ છે. તમે મને કહો, મોસાળમાં જમણ હોય ને મા પીરસનારી હોય તો પાંચે આંગળીઓ ધીમાં હોય કે ના હોય? આટલામાં બધું આવી ગયું.

આપણે ત્યાં માછીમારો, બાંધકામ, પર્યાવરણના પ્રશ્નો, પાકિસ્તાનના કારણે માછીમાર ભાઇઓનું લોહી પીવાય છે. ટુરિઝમની શક્યતા હોયતો રસ્તો કાઢવો છે કે નહી? કેન્દ્ર શાસિત પ્રદેશ માટે એવી તક આવી છે કે જેમને ઓળખતા હોવ તેને સેવા કરવાની તક આપી શકાય છે.

હું આપને વિનંતી કરું છું કે ભાજપને દિલ્હી મોકલી આપો, મને દિલ્હી મોકલી આપો. આ ચૂંટણી સભામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર ચાલુ રાખતા જણાવ્યું કે આ માતા-દીકરાએ મળીને દેશને બરબાદ કરી દીધો છે. તેમને દુર કરો.

English summary
Narendra Modi has addressed a Public Meeting in Daman for campaing Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X