UP ઈન્ડિયા ગઠબંધનનું ચોખટુ ગોઠવાયુ, આવી રીતે થશે સીટ શેરીંગ

ઈન્ડિયા ગઠબંધન વચ્ચે મોટા વિવાદો ચાલી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશથી સારા સમાચાર આવ્યા છે. અહીં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટ શેરીંગને લઈને હકારાત્મક ચર્ચા ચાલી રહી છે.

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ છે. કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 17 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે અખિલેશ યાદવની પાર્ટી અને અન્ય ઈન્ડિયા ગઠબંધન સાથી પક્ષો 63 બેઠકો પર ઉમેદવાર ઉતારશે.

Loksabha Election

કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે, મને તમને જણાવતા આનંદ થાય છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની 63 બેઠકો પર ઈન્ડિયા ગઠબંધન તરફથી સપા અને અન્ય પક્ષોના ઉમેદવારો મેદાનમાં ઉતારશે.

આ જાહેરાત વિપક્ષની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સના ભાગીદારો વચ્ચે પ્રથમ મુખ્ય બેઠક-વહેંચણી કરાર તરીકે કરવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અખિલેશ યાદવને મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી નક્કી કરવામાં આવી અને બંને પક્ષો વચ્ચેના અઠવાડિયાથી ચાલેલા મડાગાંઠને તોડવા અખિલેશ યાદવને મળ્યા હતા.

સમજૂતી અનુસાર કોંગ્રેસ રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહેર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયાની લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે.

પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ અખિલેશ યાદવે પુષ્ટિ કરી કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X