BJP સાથે માઇંડગેમ રમી રહી છે PDP: ઉમર
નવી દિલ્હી, 26 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે હવે 'માઇંડગેમ' પણ શરૂ થઇ ગઇ છે! નેશનલ કોંન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલાએ શુક્રવારે મજાક ઉડાવતાં કહ્યું કે પીડીપી સરકાર બનાવવા માટે ભાજપ સાથે ભાજપની સાથે માઇંડગેમ રમી રહી છે. ઉમર અબ્દુલાએ આ ટિપ્પણી નેશનલ કોંન્ફ્રેંસના પીડીપીના સમર્થનની ચિઠ્ઠી મોકલવાની અટકળોને નકારી કાઢી છે.
આ પહેલાં એવા સમાચાર આવી રહ્યાં હતાં કે નેશનલ કોંન્ફ્રેંસે પીડીપીને સરકાર બનાવવા માટે સમર્થનની ચિઠ્ઠી મોકલી છે. ટ્વિટર પર આ સમાચાર ચાલતાં જ ઉમર અબ્દુલાએ તેના ખંડનમાં મોડું કર્યું નહી અને સાથે જ 'માઇંડગેમ'નો કોયડો ઉછાળી દિધો.

ઉમર અબ્દુલાએ તાત્કાલિક ટ્વિટર પર કહ્યું, 'એવું લાગે છે કે પીડીપી નેશનલ કોંન્ફ્રેંસના સમર્થનની ચિઠ્ઠી બનાવટી સમાચાર લીક કરી ભાજપની સાથે માઇંડગેમ રમી રહી છે. પીડીપીને ફક્ત મૌખિક ઓફર કરવામાં આવી છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિવસભર આ વાતને લઇને અટકળો ચાલતી રહી કે 87 સભ્યોવાળી વિધાનસભામાં 28 સભોવાળી પીડીપી અથવા તો 25 ધારાસભ્યોવાળી ભાજપની સાથે ગઠજોડ કરી શકે છે અથવા 15 સભ્યવાળી નેશનલ કોંન્ફ્રેંસના બહારથી સમર્થનની સાથે કોંગ્રેસની સાથે હાથ મિલાવી શકે છે, જેના 12 સભ્ય છે.
Looks like PDP is playing mind games with the BJP leaking about a letter of NC support that doesn't exist. Only a verbal offer conveyed.
— Omar Abdullah (@abdullah_omar) December 26, 2014 પીડીપીના સૂત્રોએ કહ્યું કે પાર્ટી ભાજપની સાથે વારંવાર મુખ્યમંત્રી બનાવવાના પ્રસ્તાવ પર સહમતિ નહી. પીડીપીના એક નેતાએ કહ્યું કે પાર્ટી કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે 44ના જાદૂઇ આંકડા સુધી પહોંચી શકે છે. જમ્મૂમાં કોગ્રેંસ પ્રવક્તા સલમાન નિજામીએ કહ્યું કે પાર્ટી ભાજપને રાજ્યની સત્તામાં આવતી રોકવા માટે પીડીપી તથા છ અન્ય અપક્ષોની સાથે સંપર્કમાં છે.
ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું કે તેમની પાર્ટી જમ્મૂ કાશ્મીરમાં સ્થિર સરકાર આપવા માટે બધા મહત્વપૂર્ણ પક્ષો સાથે પરામર્શ કરી રહી છે. ભાજપના નેતાએ પીડીપીના મુજફ્ફર બેગ સહિત ઘાટીમાં સક્રિય અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે વારાફરતી બેઠક કરી અને કહ્યું કે વડાપ્રધાનનો રાજ્યના વિકાસને લઇને વ્યાપક દ્રષ્ટિકોણ છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ





Click it and Unblock the Notifications
