Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટમાં બ્લાસ્ટ, ત્રણને હોસ્પિટલ ખસેડાયા

બેંગલુરુ, 28 ડિસેમ્બર: બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાં રવિવારે રાત્રે વિસ્ફોટ થયો હતો, જોકે આ વિસ્ફોટ ઓછી તિવ્રતાનો હોવાથી તેમાં કોઇ જાનહાનિ થવા પામી નથી. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે આ વિસ્ફોટ થવાનું કારણ હજી સુધી સામે આવી શક્યું નથી.

આ વિસ્ફોટ બેંગલુરુના ચર્ચ સ્ટ્રીટમાં આવેલા કોકોનટ ગ્રોવ રેસ્ટોરન્ટની બહાર થયો હતો. આ વિસ્ફોટમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી મહિલાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

વિસ્ફોટ અંગેના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને બ્લોક કરીને વધું તપાસ હાથ ધરી છે.

blast
બેંગલોર પોલીસ કમિશ્નર એમએન રેડ્ડીએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે ચર્ચ સ્ટ્રીટ વિસ્તારમાં વિસ્ફોટ થયો છે જે ખૂબ જ ઓછી તિવ્રતાનો હતો. જોકે કમિશ્નરે વિસ્ફોટ અંગે વધુ જાણકારી આપવાનો ઇનકાર કરતા જણાવ્યું કે વધુ તપાસ હાથ પર છે.

બેંગલુરુ પોલીસે વિસ્ફોટના પગલે સમગ્ર શહેરમાં હાઇ એલર્ટ જારી કરી દીધું છે. આ ઉપરાંત પોલીસે ઇંટેલીજન્સ એજન્સીઓની સાથે મળીને શહેરમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે

વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત ત્રણમાંથી મહિલા ભવાનીને માથાના ભાગમાં ઇજા પહોંચવાને કારણે ગંભીર છે જ્યારે અન્ય બે કાર્તિક અને સંદીપને મામૂલી ઇજા પહોંચી છે. બેને માલ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એકને હોસમેટ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી છે.

More From
Prev
Next
Read in English: IED blast in Bengaluru
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X