For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવેમ્બર માસમાં GST કલેક્શનમાં થયો ધરખમ ઘટાડો

નવેમ્બર મહિનામાં નોંધાયો જીએસટીમાં સૌથી વધુ ઘટાડો જીએસટી લાગુ થયા બાદ સૌથી ઓછી રકમ જમા થઇ આ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

દેશમાં મોટા આર્થિક સુધારા તરીકે જીએસટી બિલ લાગુ કરવામાં આવ્યું હતું, પરંતુ નવેમ્બર માસમાં જીએસટી દ્વારા જમા થતી રકમમાં મોટો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર માસમાં જીએસટી દ્વારા કુલ 80,808 કરોડ રૂપિયા જમા થયા છે, જે જીએસટી લાગુ થયા પછીની સૌથી ઓછી જમા રાશિ છે. દેશમાં 1 જુલાઇ, 2017થી જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો અને એ પછી જમા થતી રકમમાં જીએસટી માસમાં સૌથી ઓછી રકમ જમા થઇ છે. ગુવાહાટીમાં થયેલ બેઠક બાદ લગભગ 200 ઉત્પાદનો પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, આ કારણે જીએસટી દ્વારા જમા થયેલી રકમમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 25 ડિસેમ્બર સુધી કુલ 99.01 લાખ કરદાતાઓએકર જમા કરાવ્યો છે, જેમાંથી 53.06 લાખ લોકોએ જીએસટી હેઠળ પોતાનો ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યો છે, 16.60 લાખ લોકો ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઇલ કરે છે.

જીએસટી

આંકડાઓ અનુસાર, સરકારે અત્યાર સુધીમાં એટલે કે, 27 નવેમ્બર સુધીમાં કુલ 83,364 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. જ્યારે સપ્ટેમ્બર માસમાં 92,150 કરોડ રૂપિયા, ઓગસ્ટ માસમાં કુલ 90,669 કરોડ, જુલાઇમાં 94,063 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. નાણાં મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, 80808 કરોડ રૂપિયા જીએસટી હેઠળ જમા થયા છે, જેમાંથી 13,089 કરોડ સીજીએસટી, 18,650 કરોડ એસજીએસટી, 41,270 કરોડ આઇજીએસટી અને 7798 કરોડ વળતર તરીકે જમા કરાવવામાં આવ્યા હતા. કુલ જમા થયેલ રકમમાં 24,836 કરોડ રૂપિયા કેન્દ્ર અને રાજ્યોને આઇજીએસટીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એવામાં સીજીએસટી અને એસજીએસટી હેઠળ નવેમ્બર માસમાં કુલ 23,437 કરોડ રૂપિયા અને 25 ડિસેમ્બર સુધીમાં કુલ 33,138 કરોડ રૂપિયા જમા થયા છે.

English summary
Lowest GST collection in the month of November since its inception. Reason for the cause has been speculated as cut of rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X