વીડિયો: અડધી રાત્રે નગ્મા રસ્તા પર પહોંચી, જાણો કારણ..
મધ્યપ્રદેશમાં બે દિવસ પછી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. તેના બે દિવસ પહેલા કોંગ્રેસે શિવરાજ સિંહ ચૌહાણની સરકારના દાવાઓને જનતાની સામે રાખી દીધા છે.
મધ્યપ્રદેશમાં બે દિવસ પછી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. તેના બે દિવસ પહેલા કોંગ્રેસે શિવરાજ સિંહ ચૌહાણની સરકારના દાવાઓને જનતાની સામે રાખી દીધા છે. કોંગ્રેસ નેતા નગ્માએ મધ્યપ્રદેશના બેહાલ રસ્તાઓ અંગે પ્રદેશની ભાજપા સરકાર પર પ્રહાર કર્યા છે. નગ્માએ અડધી રાત્રે મધ્યપ્રદેશના રસ્તા પર ઉભા રહીને વીડિયો બનાવ્યો અને પૂછ્યું કે આવા રસ્તા પર લોકો કઈ રીતે યોગ્ય સમયે પહોંચી શકશે.
આ પણ વાંચો: ભાજપને વોટ આપશો તો પકોડા જ તળતા રહી જશો: નગ્મા

નગ્માએ શિવરાજ સરકારને તીખા સવાલો કર્યા
કોંગ્રેસની સ્ટાર પ્રચારક નગ્માએ ચૂંટણીના બે દિવસ પહેલા શિવરાજ સિંહ ચૌહાણને તીખા સવાલો કર્યા છે. તેમને એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, મધ્યપ્રદેશના ખોટા મુખ્યમંત્રી અમેરિકા જેવા રસ્તાઓના દાવાની પૉલ ખોલતી કોંગ્રેસની સ્ટાર પ્રચારક નગ્મા. નગ્મા હાલમાં ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશમાં છે અને ખરાબ રસ્તાને કારણે તેઓ ક્યારેય પણ સમય પર નથી પહોંચી શકતી.
|
શિવરાજ સિંહએ અમેરિકા કરતા પણ સારા રસ્તાઓનો દાવો કર્યો હતો
નગ્મા હાલમાં મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર પર છે પરંતુ રાજ્યના ખરાબ રસ્તાઓને કારણે તેઓ ક્યાંય પણ સમયસર નથી પહોંચી શકતા. તેમને રસ્તાઓનો હાલ બતાવીને જણાવ્યું કે આવા રસ્તાઓને કારણે ક્યાંય પણ પહોંચવું મુશ્કિલ છે. વન વે રોડ પર ગાડીઓ ચાલી રહી છે, શિવરાજ સિંહની સરકાર ખોટું બોલી રહી છે. તેમને શિવરાજ સિંહના તે નિવેદન પર પ્રહાર કર્યો જેમાં શિવરાજે કહ્યું હતું કે મધ્યપ્રદેશના રસ્તાઓ અમેરિકા કરતા પણ સારા છે.

230 સીટો માટે 28 નવેમ્બરે મતદાન થશે
સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશના રસ્તાઓ અમેરિકા કરતા પણ વધારે સારા છે. તેમના આ નિવેદન પછી સોશ્યિલ મીડિયા પર તેમની ખુબ જ આલોચના કરવામાં આવી હતી. ચૂંટણી વિશે વાત કરવામાં આવે તો સી-વોટર ઓપિનિયન પોલમાં કોંગ્રેસને બહુમત મળવાની ભવિષ્યવાણી થઇ રહી છે. પોલ અનુસાર 231 સીટો વાલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 116 સીટો મળી શકે છે જયારે ભાજપને 107 સીટો મળવાનું અનુમાન છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
