ભાજપને વોટ આપશો તો પકોડા જ તળતા રહી જશો: નગ્મા
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર જોરદાર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા નગ્માએ પણ ભાજપ પર પ્રહાર કર્યો છે. તેને મતદાતાઓને કહ્યું કે જો તમે ભાજપને વોટ આપશો તો પકોડા જ તળતા રહી જશો. એટલું જ નહીં પરંતુ તેને મધ્યપ્રદેશમાં મહિલાઓ અને બાળકીઓ સાથે થતી બળાત્કારની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે મામા શિવરાજના રાજમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નથી. તેમને દેવા હેઠળ આત્મહત્યા કરતા ખેડૂતનો મુદ્દો પણ ઉઠાવ્યો.
આ પણ વાંચો: રાજસ્થાનમાં સટોડિયાઓની પહેલી પસંદ કોંગ્રેસ, જાણો એમપી-છત્તીસગઢનો ટ્રેંડ

કોંગ્રેસ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર
ફિલ્મ સ્ટાર અને કોંગ્રેસ નેતા નગ્મા ગુરુવારે ધારના બદનવારમાં કોંગ્રેસ ઉમેદવાર રાજવર્ધન સિંહના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે કેન્દ્રની યુપીએ સરકારે ખેડૂતોનું 72 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું પરંતુ શિવરાજ સિંહ ચૌહાણના રાજમાં ખેડૂતોને દેવાને કારણે આત્મહત્યા કરવી પડી રહી છે. ખેડૂતોનું બલિદાન વ્યર્થ નહીં જવું જોઈએ.

શિવરાજ સરકાર પર જોરદાર પ્રહાર
નગ્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપના રાજમાં ખેડૂતોને પોતાની ઉપજનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો. યુવાનોને રોજગાર નથી મળી રહ્યો, તેમને રોજગાર માટે ભટકવું પડી રહ્યું છે. આ દરમિયાન તેમને કહ્યું કે યુવાનો યાદ રાખો, જો તમે ફરી ભાજપને વોટ આપશો તો પકોડા જ તળતા રહી જશો. નગ્માએ શિવરાજ સિંહ સરકાર પર વધારે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે તેમના રાજમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત નથી.

બેરોજગારી અને ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો
મળતી જાણકારી અનુસાર નગ્મા ચૂંટણી પ્રચાર માટે નક્કી કરવામાં આવેલા સમય કરતા બે કલાક મોડી પહોંચી. તેમ છતાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રાજવર્ધન સિંહ દાતીગામ સાથે તેમને રોડ શૉમાં પણ ભાગ લીધો. આ દરમિયાન ફેમસ ફિલ્મ સ્ટારની એક ઝલક માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા. રોડ શૉ દરમિયાન તેઓ જ્યાંથી પણ પસાર થયા લોકો તેમની ઝલક જોવા માટે બેઠા હતા. નગ્માએ પણ હવામાં હાથ ઉંચો કરીને લોકોને અભિવાદન ઝીલ્યું હતું.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
