For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશ સંકટઃ સરકાર બચાવવામાં લાગી કોંગ્રેસ, સિંધિયાને મનાવવા મોકલ્યા આ 3 પ્રસ્તાવ

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાં જૂથબાજી એટલી ચરમ પર પહોંચી ગઈ છે કે સરકાર જોખમમાં મૂકાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાં જૂથબાજી એટલી ચરમ પર પહોંચી ગઈ છે કે સરકાર જોખમમાં મૂકાઈ ગઈ છે. મધ્ય પ્રદેશ સરકાર પર સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધુ છે. 20 ધારાસભ્યોના રાજીનામાથી કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ છે. વળી, સિંધિયાને મનાવવાની કોશિશ ચાલુ છે. ધારાસભ્યોના રાજીનામાથી ભારે સંકટ સામે ઝઝૂમી રહેલ કોંગ્રેસ સરકારને બચાવવા માટે મુખ્યમંત્રી કમલનાથ સહિત કોંગ્રેસના હાઈકમાન્ડ એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે.

સિંધિયાને મનાવવા 3 પ્રસ્તાવ

સિંધિયાને મનાવવા 3 પ્રસ્તાવ

સિંધિયાને મનાવવાની કોશિશ ચાલુ છે. પાર્ટીએ તેમની પાસે 3 પ્રસ્તાવ મોકલ્યા છે. કોંગ્રેસે સિંધિયા સમર્થક મંત્રી ઉમંગ સિંધારને આગળ વધાર્યા છે અને સિંધિયા પાસે કોંગ્રેસના પ્રસ્તાવને લઈને મોકલ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ ઉમંગ સાથે સિંધિયાનો સંપર્ક પણ થઈ ગયો છે. પાર્ટી નેતાએના જણાવ્યા મુજબ ઉમંગ સિંધાર દ્વારા નારાજ સિંધિયા અને તેમના જૂથને ખુશ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમની પાસે ત્રણ પ્રકારના પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે.

કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે

કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે

માહિતી મુજબ કોંગ્રેસ સિંધિયાને રાજ્યસભા સભ્યનો પ્રસ્તાવ આપ્યો છે. વળી, કહેવામાં આવી રહ્યુ છે કે નારાજ સિંધિયાને મનાવવા માટે તેમણે રાજ્ય કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે. આ સાથે તેમના કોટામાંથી કેબિનેટમાં ત્રણ-ચાર બીજા મંત્રીઓને શામેલ કરવાનો ભરોસો આપવામાં આવી રહ્યો છે. છેલ્લા દાવમાં પાર્ટીની કોશિશ છે કે કોઈ પણ રીતે સરકાર ને બચાવી લેવામાં આવે. જો કે સિંધિયા માને તેવુ દેખાઈ રહ્યુ નથી.

 ભાજપ પણ સિંધિયાના સંપર્કમાં

ભાજપ પણ સિંધિયાના સંપર્કમાં

વળી, ભાજપ પણ સિંધિયાના સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યુ છે કે સિંધિયાને ભાજપ પોતાની તરફ લાવવામાં સફળ થઈ શકે છે. સૂત્રોની માનીએ તો છેલ્લા બે દિવસમાં સિંધિયાએ ઘણી વાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી છે. વળી, ભાજપમાં પણ મધ્ય પ્રદેશમાં મચેલા રાજકીય ભૂકંપ માટે બેઠકોનો દોર ચાલુ છે.

આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી, PMએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છાઆ પણ વાંચોઃ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે હોળીની ઉજવણી, PMએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છા

English summary
Madhya Pradesh Crisis: Congress Attempt to convince scindia,sent three proposal to him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X