શાંતિ રાખવા માટેના શિવરાજના ઉપવાસને કોંગ્રેસે કહ્યું નાટક

Posted By:
Subscribe to Oneindia News

મધ્યપ્રદેશમાં જે પરિસ્થિતિ થઇ છે તેને કાબુમાં લેવા માટે સીએમ શિવરાજે, ગાંધી માર્ગે અનિશ્ચિતકાળના ઉપવાસ પર ઉતરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ ખેડૂત આંદોલને મધ્યપ્રદેશમાં વિકરાળ સ્વરૂપ લીધું છે. તો સામે પક્ષે મધ્યપ્રદેશના કૃષિ પ્રધાન જીએસ બિસેન કહ્યું છે કે તેમણે એમપીના ખેડૂતોથી દેવું લીધુ જ નથી તો દેવું માફીની વાત જ કેવી રીતે આવે. શુક્રવારે શિવરાજે એક પ્રેસકોન્ફર્ન્સ યોજીને કહ્યું હતું કે હું કોઇ પત્થર દિલ નથી. શાંતિ કાયમ કરવાની અપીલને લઇને હું અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેસીસ.

shivraj singh chauhan

અને ત્યાં સુધી ઉપવાસ કરીશ જ્યાં સુધી શાંતિ નથી થતી. આમ કહીને તેમણે દશેરા મેદાનમાં ઉપવાસ કરવાનું શરૂ કર્યું છે. અને સરકારી કામ પણ તે અહીંથી જ કરશે. તો બીજી તરફ કોંગ્રેસે સીએમના આ ઉપવાસને નાટક ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે અહીં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા કરવામાં આવેલી ફાયરિંગમાં 5 ખેડૂતોની મોત થઇ હતી. જે પછી અહીં સ્થિતિ શાંત થવાનું નામ નથી લેતી.

English summary
Madhya Pradesh farmers agitation: CM Shivraj Singh Chouhan sit on fast for peace.
Please Wait while comments are loading...