For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી અને શિવરાજસિંહને મધ્યપ્રદેશ હાઈકોર્ટ આપ્યો મોટો ઝટકો

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ ચૌહાણને મોટો ઝટકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ ચૌહાણને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા ઘરોની અંદર જે ટાઈલ્સો લગાવી હતી તેના પર પ્રધાનમંત્રી મોદી અને શિવરાજ સિંહ ચૌહાણના ફોટા છપાયેલા હતા. પરંતુ કોર્ટે હવે પીએમ અને સીએમના ફોટાવાળી આ ટાઈલ્સો હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યુ છે કે ટાઈલ્સ પર કોઈ પણ નેતાનો ફોટો હોવો જોઈએ નહિ.

pm modi

જનતાના પૈસાથી બની રહ્યા છે ઘર

આ પહેલા કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યુ હતુ કે ફોટો લાગેલી ટાઈલ્સ હટાવી લેવામાં આવશે. પરંતુ મંગળવારે રાજ્ય સરકારે પોતાના જવાબમાં કોર્ટને કહ્યુ કે આ ટાઈલ્સ હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. વળી, સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ ટાઈલ્સ પર માત્ર આ યોજના સાથે જોડાયેલા લોગોનો ઉપયોગ કરવામાં આવશે. જોવા જેવી વાત એ છે કે જુલાઈ મહિનામાં આ મામલે કોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરવામાં આવી હતી જેમાં પૂછવામાં આવ્યુ હતુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા ઘરોની અંદર મોદી અને સીએમ શિવરાજ ચૌહાણના ફોટા કેમ લગાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ એશિયા કપ 2018: પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો 8 વિકેટે વિજયઆ પણ વાંચોઃ એશિયા કપ 2018: પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો 8 વિકેટે વિજય

જનહિત યાચિકા અરજીકર્તાએ કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા ઘર જનતાના પૈસાથી બની રહ્યા છે. કોઈ રાજકીય લાભ માટે આ ઘરોને બનાવવામાં નથ આવી રહ્યા. અરજીકર્તાની યાચિકા પર સુનાવણી કરતા કોર્ટે આ ટાઈલ્સ પર પીએમ મોદી અને સીએમ શિવરાજ સિંહના ફોટા હટાવવાનો ચૂકાદો સંભળાવ્યો છે.

પહેલા પણ સામે આવ્યા છે આ પ્રકારના કેસ

ઉલ્લેખનીય છે કે આ પહેલો કેસ નથી જ્યારે સરકારી યોજના પર કોઈ રાજકીય વ્યક્તિનો ફોટો લગાવવામાં આવ્યો હોય. આ પહેલા ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન છાત્રોને લેપટોપ વહેંચવામાં આવ્યા હતા. તેમાં પણ મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવના ફોટા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકોને જે સ્કૂલ બેગો વહેંચવામાં આવી હતી તેના પર પણ મુલાયમ અને અખિલેશ યાદવના ફોટા છાપવામાં આવ્યા હતા જેના માટે ઘણો વિવાદ થયો હતો.

આ પણ વાંચોઃ ભાઈએ બહેનને 2 વર્ષથી ઘરમાં કરી કેદ, જમવા માટે 4 દિવસે આપતો 1 રોટલીઆ પણ વાંચોઃ ભાઈએ બહેનને 2 વર્ષથી ઘરમાં કરી કેદ, જમવા માટે 4 દિવસે આપતો 1 રોટલી

English summary
Madhya Pradesh high court orders removal of PM Modi's photos from PMAY houses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X