For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશઃ બહુમત પરીક્ષણ પર સસ્પેન્સ યથાવત, જાણો શું હોય છે ફ્લોર ટેસ્ટ?

સવાલ એ ઉઠે છે કે આ ફ્લોર ટેસ્ટ શું હોય છે અને કેમ કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલ ઘમાસાણમાં આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. 22 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યની કમલનાથ સરકાર સંકટમાં ઘેરાયેલી છે. રાજ્યના રાજ્યપાલ લાલજી ટંડને સીએમ કમલનાથને કહ્યુ છે કે તે 16 માર્ચ એટલે કે સોમવારે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરે. જો કે વિધાનસભાની જારી કાર્યસૂચિમાં સોમવારે ફ્લોર ટેસ્ટનો ઉલ્લેખ નથી એટલા માટે આ ટેસ્ટ આજે થશે કે નહિ એ વિશે સસ્પેન્સની સ્થિતિ છે.

મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી

મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી

જો કે અડધી રાતે મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલ સાથે મુલાકાત પણ કરી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી કમલનાથે કહ્યુ કે ફ્લોર ટેસ્ટ પર સ્પીકર નિર્ણય લેશે, એ પહેલા જ રાજ્યપાલને લેખિત સૂચના આપી ચૂક્યા છે કે તેમની સરકાર ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે પરંતુ બંધક બનાવવામાં આવેલ ધારાસભ્યોને પહેલા છોડવામાં આવે. હવે સવાલ એ ઉઠે છે કે આ ફ્લોર ટેસ્ટ શું હોય છે અને કેમ કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.

શું હોય છે ફ્લોર ટેસ્ટ

શું હોય છે ફ્લોર ટેસ્ટ

વાસ્તવમાં નવરચિત સરકારના વિધાનસભા કે લોકસભામાં બહુમત સાબિત કરવાને ફ્લોર ટેસ્ટ કહેવામાં આવે છે. ફ્લોર ટેસ્ટ ત્રણ રીતે સાબિત થાય છે. પહેલો ધ્વનિમત, બીજો સંખ્યાબળ અને ત્રીજો હસ્તાક્ષર દ્વારા મતદાન કરી શકાય છે.

ફ્લોર ટેસ્ટ ત્રણ રીતે થાય છે...

ફ્લોર ટેસ્ટ ત્રણ રીતે થાય છે...

ધ્વનિમત
હેડ કાઉન્ટ કે સંખ્યાબળઃ જ્યારે ધારાસભ્ય સંસદમાં ઉભા થઈને પોતાનો બહુમત દર્શાવે છે.
લૉબી વહેંચણીઃ આમાં વિધાનસભા સભ્ય લૉબીમાં આવે છે અને રજિસ્ટરમમાં હસ્તાક્ષર કરે છે - ‘હા' માટે અલગ લૉબી અને ‘ના' માટે અલગ લૉબી હોય છે.

શું છે એમપી વિધાનસભાનુ ગણિત?

શું છે એમપી વિધાનસભાનુ ગણિત?

એમપીમાં 230 વિધાનસભા સીટો છે પરંતુ બે ધારાસભ્યોના નિધન થઈ જવાના કારણે વિધાનસભાની વર્તમાન સીટ 228 થઈ ગઈ છે, કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે મેજિક નંબર 115 જોઈએ અને જે ફોટા હાલમાં વિધાનસભામાં છે તે મુજબ કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય છે જેમાંથી 4 અપક્ષ, 2 બહુજન સમાજ પાર્ટી અને એક સમાજવાદી પાર્ટી ધારાસભ્યનુ સમર્થન તેને મળ્યુ છે એટલે કે વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસ પાસે કુલ 121 ધારાસભ્યોનુ સમર્થન છે જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે.

મુશ્કેલીમાં કમલનાથ સરકાર

મુશ્કેલીમાં કમલનાથ સરકાર

પરંતુ હવે જ્યારે જ્યોતિરાદિતય સિંધિયાએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. તો એવામાં કોંગ્રેસ બહુમતથી દૂર દેખાઈ રહી છે જેના હિસાબે એમપીમાં કમલને નાથ બનાવવા મુશ્કેલ જણાઈ રહ્યા છે. જો આવુ થાય તો કોંગ્રેસ પાસે માત્ર 101 ધારાસભ્યોનુ સમર્થન રહી જશે જ્યારે સરકાર ચલાવવા માટે જાદુઈ આંકડો 104 થઈ જશે. એવાં ભાજપ 107 ધારાસભ્યો સાથે સરળતાથી સરકાર બનાવી લેશે. અહીં ખાસ વાત આપને જણાવી દઈએ કે સપા, બસપા અને અપક્ષ પર દળ-બદલ કાયદો લાગુ નહિ થાય.

ભાજપે ધારાસભ્યોને બંધક બનાવી લીધા

ભાજપે ધારાસભ્યોને બંધક બનાવી લીધા

સિંધિયાના સમર્થક 22 કોંગ્રેસ ધારાસભ્ય અચાનક ભોપાલથી કર્ણાટકની રાજધાની બેંગલુરુ ચાલ્યા ગયા છે. આ 22 ધારાસભ્યોમાંથી 6 કમલનાથ સરકારમાં મંત્રી પણ હતા માટે સ્પીકરે 6 મંત્રીઓના રાજીના સ્વીકારી લીધા છે પરંતુ 16 ધારાસભ્યોના રાજીનામા હજુ તેમણે સ્વીકાર્યા નથી. જેના ટે કોંગ્રેસ સતત ભાજપ પર આરોપ લગાવી રહી છે કે તેમણે તેમના ધારાસભ્યોને બંધક બનાવી લીધા છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસનો પહેલો દર્દી થયો સાજો, જાણો કેવી રીતે બિમારીને આપી મ્હાતઆ પણ વાંચોઃ કોરોના વાયરસનો પહેલો દર્દી થયો સાજો, જાણો કેવી રીતે બિમારીને આપી મ્હાત

English summary
Madhya Pradesh Political Drama is in peak stage, Know about floor test and everything.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X