For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ કડડડભૂસ, વધુ 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ કડડડભૂસ, વધુ 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારની મુશ્કેલી વધી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ પોતાના પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાની સાથે જ કમલનાથની સરકાર ડગમગી ગઈ હતી. વધારામાં જ્યોતિરાદિત્યના ખેમામાં કેટલાક ધારાસભ્યો પણ બેંગ્લોર ચાલ્યા ગયા હતા જેને લઈને પણ કોંગ્રેસ ચિંતાતુર હતી. હવે કોંગ્રેસના આ 14 ધારાસભ્યોએ પણ ઈ-મેઈલ દ્વારા વિધાનસભા સ્પીકરને પોતપોતાના રાજીનામાં મોકલી આપ્યાં છે. એવામાં કોંગ્રેસ પાસે હવે સરકાર ચાલુ રાખવા માટે બહુમતનો આંકડો નથી.

kamalnath

જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ વિધાનસભા 230 સીટ વાળી છે. જેમાથી 2 ધારાસબ્યોના નિધન થયાં હોવાના કારણે કુલ 228ની સંખ્યા હાલ છે. એવામાં બહુમતનો આંકડો 115 હતો પરંતુ હવે કોંગ્રેસનાવધુ 14 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હોવાથી બહુમતનો આંકડો 109 થઈ ગયો છે. કોંગ્રેસ પાસે 102 ધારાસભ્યો જ વધ્યા છે જ્યારે ભાજપ પાસે હાલ 107 ધારાસભ્યો છે. જણાવી દઈએ કે સપા પાસે 1 અને બસપા પાસે 2 તથા 4 અપક્ષ ધારાસભ્યો છે. તેવામાં હવે ભાજપ ગમે ત્યારે સરકાર રચવા માટે દાવો કરી શકે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, મોદી-શાહને મળ્યાજ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, મોદી-શાહને મળ્યા

English summary
Madhya Pradesh Politics Crisis: 14 MLAs sent Resignation by Email to Speaker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X