For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિપક્ષ પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યુ છે, ભાજપ-શિવસેનાને 225 સીટો મળશેઃ પિયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ ભાજપની જીત માટે ભરોસો વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આજે લોકો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે. બંને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. હરિયાણામાં જ્યાં ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે તો મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની ટક્કર કોંગ્રેસ અને એનસીપીથી છે. ભાજપે બંને રાજ્યમાં જીતની દાવેદારી કરી છે અને તેમને ભરોસો છે કે બંને જ રાજ્યમાં એક વાર ફરીથી તે સરકાર બનાવવામાં સફળ થશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ ભાજપની જીત માટે ભરોસો વ્યક્ત કર્યો છે.

goyal

પિયુષ ગોયલે કહ્યુ કે હું આ વાત માટે સંપૂર્ણપણે આશ્વસ્ત છુ કે ભાજપ-શિવસેનાનુ ગઠબંધન લગભગ 225 સીટો પર જીત મેળવશે. તેમણે કહ્યુ કે વિપક્ષ પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યુ છે અને તે પણ ક્યાંય પણ પ્રતિસ્પર્ધામાં નથી. લોકો મોદીજી અને ફડણવીસજીની સાથે છે. આ પહેલા પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી કે તે મોટી સંખ્યામાં લોકતંત્રના આ પર્વમાં શામેલ થાય અને વધુમાં વધુ મત આપે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની બધી 288 સીટો પર આજે મતદાન થઈ રહ્યુ છે જેની મતગણતરી 24 ઓક્ટોબરે થશે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાસભા સીટો છે. ભાજપ-શિવસેનામાં થયેલા ગઠબંધન હેઠળ ભાજપ 150 સીટો પર ચૂંટણી લડી રહ્યુ છે. વળી, શિવસેના 124 સીટો પર અને 16સીટો પર સહયોગી પક્ષો લડી રહ્યા છે. વળી, કોંગ્રેસ-એનસીપી ગઠબંધનમાં કોંગ્રેસ અને એનસીપી 125-125 સીટો પર ચૂંટણી લડી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષોમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર છે. તે રાજ્યમાં ફરીથી સત્તા મેળવવા માટે પૂરા દમખમ સાથે ઉતરી છે.

આ પણ વાંચોઃ યુપી પેટાચૂંટણીમા ફરીથી છવાયા પીળી સાડીવાળા ચૂંટણી અધિકારી, અહીં કરશે ડ્યુટીઆ પણ વાંચોઃ યુપી પેટાચૂંટણીમા ફરીથી છવાયા પીળી સાડીવાળા ચૂંટણી અધિકારી, અહીં કરશે ડ્યુટી

English summary
maharashtra assembly elections 2019: Piyush Goyal says BJP-Shivsena will get around 225 seats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X