Maharashtra Floor Test: શિવસેનાની તરફેણમાં પડ્યા 169 મત, ભાજપનું વૉકઆઉટ
મુંબઈઃ કેટલાય રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ અને એનસીપીના ટેકાથી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લઈ લીધા છે. હવે ઉદ્ધવ ઠાકરે 30મી નવેમ્બરે પોતાનું પહેલું બહુમત પરીક્ષણ કરવા જઈ રહ્યા છે. નવા પ્રોટેમ સ્પીકર દિલીપ વાલ્સે પાટિલની દેખરેખ હેઠળ બહુમત પરીક્ષણ થશે, જણાવી દઈએ કે શુક્રવારે ભાજપના કાલિદાસ કોલંબકરની જગ્યાએ એનસીપીના દિલીપ વાલ્સે પાટિલે પ્રોટેમ સ્પીકર તરીકે રિપ્લેસ કર્યા છે. બહુમત પરીક્ષણ ઉપરાંત શનિવારે વિધાનસભા સ્પીકરની ચૂંટણી માટે નોમિનેશન પણ થશે. વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીના એક દિવસ અગાઉ વિશ્વાસમત યોજાઈ રહ્યો હોવાથી આજે મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી વિધાનસભાના સંયુક્ત સત્રને સંબોધિત પણ કરશે. જણાવી દઈએ કે સરકાર બનાવવાના શિવસેનાના દાવા વખતે શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 તથા નાની પાર્ટીઓના અને અપક્ષ મળીને 12 જેટલા ઉમેદવારોએ સમર્થન આપ્યું હતું. જો ફ્લોર ટેસ્ટ દરમિયાન ટાઇ પડી તો આવા કિસ્સામાં પ્રોટેમ સ્પીકર પોતાનો મત આપશે.
હૈદરાબાદઃ મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો
Total votes in favour of #MahaVikasAghadi Government are 169. https://t.co/4COWoHgoq3
— ANI (@ANI) November 30, 2019